News of Tuesday, 30th July 2024
શહેરના ૧૧૧ વેપારીઓ દંડાયાઃ ૭ કિલો પ્લાસ્ટીક જપ્તઃ ૩૦ હજારનો દંડ
મનપાનો સપાટોઃ સઘન ચેકીંગ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ તથા ગંદકી કરનાર સામે સોલીડ વેસ્ટ શાખાની કાર્યવાહી

રાજકોટ,તા. ૩૦: મનપાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા ત્રણેય ઝોનમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત તથા ગંદકી કરતા પાસેથી દંડની કાર્યવાહી હાથ ધરાઇ હતી. આ દરમ્યાન કુલ ૧૧૧ વેપારી પાસેથી ૭.૨૨૫ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરનારને રૂા. ૩૦,૪૦૦નો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો.
આ અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ સોલીડ વેસ્ટ શાખા દ્વારા કરવામાં આવેલ કામગીરી આ બાબત છે.
સેન્ટ્રલ ઝોન
સેન્ટ્રલ ઝોનનાવિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા ૪૩ પાસેથી ૧.૮૧૫ᅠકિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીકᅠ જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ ૧૦૪૫૦નોવહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.
વેસ્ટ ઝોન
વેસ્ટ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતાᅠ૪૩ પાસેથી ૪.૪ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીકᅠ જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ ૧૨૪૫૦નોવહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.
ઈસ્ટ ઝોન
ઈસ્ટ ઝોનનાવિવિધ મુખ્ય માર્ગો પરઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા ૨૫ પાસેથી ૧.૦૧ કિ.ગ્રા.પ્રતિબંધિત પ્લાસ્ટીકજપ્ત કરીતથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.૭૫૦૦નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.
ઉપરોક્ત કામગીરી મ્યુનિસિપલ કમિશનરશ્રીની સુચના અને નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રી સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરશ્રીના સુપરવિઝનમાં આસી. ૫ર્યાવરણ ઇજનેર, સેનીટેશન ઓફિસરહાજરીમાં સેનેટરી ઇન્સ્પેકટર, સેનેટરી સબ ઇન્સ્પેકટર દ્વારા કરવામાં આવેલ.
(3:52 PM IST)










