<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th July 2024

સૌરાષ્‍ટ્ર રાજયના ઉદયની રસપ્રદ ગાથા

સૌરાષ્‍ટ્ર રાજયની રચના પહેલા કાઠીયાવાડ (સૌરાષ્‍ટ્ર) ના મોટા રરર રજવાડામાં વિભાજીત હતો સૌથી નાનુ રજવાડું વેજાનો નેસ ક્ષેત્રફળ ૦.૭પ ચો.કી.મી વસ્‍તી ર૧૧ ની અને વાર્ષિક આવક રૂા. ૪પ૦/- હતી સૌથી મોટું રાજય ભાવનગર ૯૦૦ ગામ ક્ષેત્રફળ ર૯૬૧ ચો.કી.મી. ને રાજયનો કુલ વિસ્‍તાર ર૧૪પ ચો.મા. અને જન્‍મ સંખ્‍યા અંદાજે ૪૦ લાખ હતી. : પુજય મહાત્‍મા ગાંધીજી પોતાની જન્‍મભુમી અને કર્મભુમીના પ્રાતને સ્‍વતંત્ર રાજયના નિર્માણ નો સમારંભ જોઈ શકેલ નહીં. : તા. ૧પ-ર-૧૯૪૮ ના રોજ જામનગર ખાતેભ કાઠીયાવડનું સંયુકત રાજય એ નામે નવા રાજયની રચના થયેલ અને બીજે જ દિવસે રાજયનું નામ બદલી સૌરાષ્‍ટ્ર સંયુકત રાજયભ રાખવામાં આવેલ જેનું પાટનગર રાજકોટને રાજપ્રમુખશ્રીનું કાર્યાલય અને નીવાસ સ્‍થાન જામનગર રાખેલ. : રાજયની પ્રથમ ધારાસભાની ૬૦ બેઠકની રચના કરવામાં આવેલ જેની પ્રથમ ધારાસભાની પ્રથમ ચુંટણી તા. ર૩-૧-૧૯પર માં થયેલ જેમાં કોગ્રેસ પક્ષને પપ બેઠક મળી હતી હાલના શ્રી અરવિંદભાઈ મણીયાર હોલ જુનો કોનેટ હોલ વિધાનસભા ગૃહ હતું અને મંત્રીમંડળ જુનાગઢ હાઉસ હાલના સરકીટ હાઉસ ખાતે કામગીરી હાથ ધરેલ. : બંધારણીય જોગવાઈ મુજબ રાજયના પ્રથમ રાજપ્રમુખ જામનગરના જામ સાહેબ શ્રી દિગ્‍વિજયસિંહજી અને ઉપરાજપ્રમુખ ભાવનગર મહારાજ શ્રી કૃષ્‍ણકુમારસિંહ અને પ્રથમ મુખ્‍ય મંત્રી પદે શ્રી ઉછરંગરાય ઢેબર વરણી પામેલ તમામની શપથવિધિ જામનગર ખાતે થયેલ. : ભારત સરકારે આ રાજયને ભ બીભ વર્ગના સ્‍વતંત્ર રાજયનો દરજજો આપેલ રાજયનું સ્‍વતંત્ર અસ્‍તિત્‍વ ૧૯૪૮ થી ૧૯પ૬ આઠ વર્ષ રહેલું સને. ૧૯૬૦ માં ગુજરાત રાજયની રચના થતા સૌરાષ્‍ટ્ર તેનો ભાગ બનેલ.

જન જાગૃતિ  અભિયાન મંચના  પ્રમુખશ્રી તખુભા રાઠોડ વાંચકોને   સને. ૧૯૪૮ માં  આઝાદ ભારતમાં  નવરચીત ‘સૌરાષ્‍ટ્ર સંયુકત રાજય'ની ઈતિહાસીક  રસપ્રદ સંકલન  માહિતિથી  જણાવે  છે. આ વિશ્‍વ યુઘ્‍ધમાં  હારેલ જીતેલ દેશોએ  ખુબ જ ખાના ખરાબી અને તબાહી ભોગવેલ  મોટા ભાગના દેશોનું અર્થતંત્ર કંગાળ થઈ ગયેલ. ૧૯૪પ માં બીજા વિશ્‍વ યુઘ્‍ધનો અંત આવેલ  આ મહાયુઘ્‍ધમાં  વિજય  પ્રાપ્‍ત કરનાર ઈંગ્‍લેન્‍ડમાં યોજાયેલી ચુંટણીઓમાં સતાધારી રૂઢીવાદી પક્ષને પરાજય આપી મજુર પક્ષે સતા હાંસલ કરેલ જેના વડાપ્રધાન કલીમેન્‍ટ એટલી અને તેનો પક્ષ એવા તારણો ઉપર આવેલ કે હવે હિન્‍દુસ્‍તાનને વધુ સમય ગુલામીમાં રાખી શકાય તેમ નથી જેથી ફેબ્રુઆરી ૧૯૪૬ માં ભારતમાં એક  કેબીનેટ મીશન મોકલેલ આ મીશનની ભલામણ મુજબ ર સપ્‍ટેમ્‍બર ૧૯૪૬ માં  વચગાળાના સરકારની રચના કરવામાં આવેલ અને આ સરકારના વડાપ્રધાન પદે શ્રી  જવાહરલાલ નહેરૂની વરણી કરવામાં આવેલ આ સમયે અંગ્રેજ સરકારે એવી જાહેરાત કરેલ કે ૧૯૪૮ ના અંત સુધીમાં ભારતને સંપૂર્ણ આઝાદી આપી દેવામાં આવશે આ અંગેની આગળની કાર્યવાહી કરવા માટે ભારતમાં ગવર્નર તરીકે જનરલ લોર્ડ માઉન્‍ટ બેટનની નીમણુંક કરેલ.

 લોર્ડ માઉન્‍ટ બેટને દેશના વિવિધ પક્ષના આગેવાનો સાથે લાંબી મંત્રણાઓ કરેલ આ મંત્રણાઓ બાદ ગવર્નર એવા નકકર તારણ પર આવેલ હિન્‍દુસ્‍તાનના ભાગલા અનીવાર્ય છે  જેનો બાદમાં કોગ્રેસ દુઃખસહ લીગે સ્‍વીકાર કરેલ આ  યોજનાને ભ માઉન્‍ટ બેટને ભ યોજના કહેવાયેલ ગવર્નરના રીપોર્ટને આધારે ઈગ્‍લેન્‍ડ સંસદે ભારતને ૧પ ઓગષ્‍ટ ૧૯૪૭ ના  રોજ વિભાજન  સાથે આઝાદ કરવા નીર્ણય કરેલ અને લાંબા પ્રજાકિય  આંદોલનો અંત આવેલ સંસદે હિન્‍દ સ્‍વતંત્ર ધારો પસાર કરેલ તેમાં એવી જોગવાઈ હતી કે ભારતના દેશી રજવાડા ભારત અથવા પાકિસ્‍તાન સાથે જોડાઈ શકશે અને સ્‍વતંત્ર પણ રહી શકશે જેને કારણે એક વિચીત્ર અને ગંભીર પરિસ્‍થિતિ ઉભી  થઈ અને  દેશના પ૬ર દેશી રજવાડાઓના પ્રશ્‍નોને અગ્રતા આપવી અનીવાર્ય બનેલ મોટા ભાગના  દેશી રજવાડાઓ ભારતની જ હદમાં હતા બાહવલપુર જેવા ગણ્‍યા ગાંઠયા રાજયો જ પાકીસ્‍તાનના પ્રદેશ હતા આ કારણે મહમદ અલી જીનાહ ભારતમાં અશાંતી ઉભી  કરવા દેશી રજવાડાઓને ભમ્ર નાખી સમર્થન કરતા હતા જેથી દેશી રાજયોનો પ્રશ્‍ન સૌથી ગંભીર અને વિકટ બનેલ ગવર્નરશ્રીએ આ વીકટ પ્રશ્‍નના હલ માટે તા. પ-૩-૧૯૪૭ ના રોજ રીયાસતી ખાતાની રચના કરેલ કોગ્રેસે આ ખાતાના પ્રધાનપદે શ્રી વલ્લભભાઈ પટેલની નીમણુંક  કરેલ શ્રી  સરદાર સાહેબે આ ગંભીર સમસ્‍યાના ઉકેલ માટે બંધારણી નીષ્‍ણાંતને કાબેલ  અધીકારીશ્રી વી.પી. મેનનનો સહયોગ મેળવી ૪૦  દિવસના ટુંકાગાળામાં  મોટા ભાગના રજવાડાઓ સાથે સંરક્ષણ  વિદેશ નીતી જેવી મહત્‍વની  બાબતો ઉપર ‘યથાસ્‍થિતિ'  કરાર અને જોડાણ ખતમાં  સહી મેળવવામાં  સફળ થયેલ જેથી આ જટીલ પ્રશ્‍ન શાંતી અને સુમેળથી  ઉકેલવાની આશા વધુ મજબુત બનેલ.

  દેશના કુલ પ૬ર દેશી રજવાડાઓ માંથી રરર રજવાડા કાઠીયાવાડ ( સૌરાષ્‍ટ્ર હતા)  આ રરર રજવાડા પૈકી ૧૪ સલામીવાળા ૧૭ બીનસલામતીવાળા અને ૧૯૧ નાના રજવાડા હતા આ નાના રાજયોમાં અંદાજે ૪૪ જેટલા રાજયનું ક્ષેત્રફળ માત્ર પ કીલોમીટર કે તેનાથી ઓછું  હતું  ભવેજાનો નેશભ નામનું એક રાજયનું ક્ષેત્રફળ તો ૦.૭પ ચો.કી. હતું  તેની જન સંખ્‍યા  લગભગ ર૧૧ જેવી હતી અને તેની આવક રૂા. ૪પ૦/-  જેટલી હતી વધુમાં આવા અનેક રાજયોમાં એકથી વધુ ભાગીદારો હતા અંદાજે ભાગીદાર વાળા ૩પ રાજયો હતા  જેથી કાઠીયાવાડના દેશી રાજયાનેનો  એકીકરણનો પ્રશ્‍ન  ખુબ જ વિકટ પેચીદો અને મુશ્‍કેલ  હતો.

ઈંગ્‍લેન્‍ડની સંસદે  ભારતને આઝાદી આપવા જે  હિંદ સ્‍વાતંત્ર ધારો બનાવેલ તેની એક જોગવાઈ મુજબ દેશી રાજયનો સ્‍વતંત્ર રહેવાનો અધિકાર હતો જેને કારણે જામનગરના રાજવી શ્રી  દિગ્‍વિજયસિંહ એ નાના મોટા રાજયોનું  એક પ્રાદેશીક જુથી રચવાની દિશામાં  પ્રયાસ  શરૂ કરેલ આ યોજનાને જામજુથ યોજનાનું નામ આપવામાં  આવેલ જેનો આઝાદીના લડવૈયા આગેવાનોએ સખ્‍ત  વિરોધ કરેલ અને તે દરમ્‍યાન  જ ભાવનગર જેવા મોટા રાજયના રાજવી શ્રી  કૃષ્‍ણકુમારસિંહજીએ દેશની મુખ્‍ય  ધારામાં જોડાવવા પ્રજા મતને  પ્રાધાન્‍ય આપી સતા ત્‍યાગ  કરવાનો અજોડ અને ઈતિહાસીક નીર્ણય લઈ લીધેલ  હાલમાં શ્રી  વલ્લભભાઈ પટેલે જામનગર જામ સાહેબને અને  અન્‍ય રજવાડાઓને તેમનું માન સન્‍માન  અને મરતબો બરાબર જળવાશે એવી ખાતરી આપતા જામ સાહેબે પણ તેમની યોજના પડતી મુકી દેશની મુખ્‍ય  ધારામાં  જોડાઈ જવા મન બનાવી લીધેલ જેથી કાઠીયાવાડના મોટા ભાગના રાજયોએ આ પ્રાંતમાં પ્રજા તંત્ર રાજયની રચના માટે સદીઓથી ભોગવતા રાજપાઠ, વૈભવ, ધન, દોલત, દેશ અને પ્રજા માટે ત્‍યાગ  કરવા મન બનાવેલ શ્રી  વી.બી. મેનન કે.વી.કે. સુંદરમ સૌરાષ્‍ટ્રના પ્રાદેશીક કમીશ્‍નર પ્રજાકીય આગેવાનોની શ્રી  ઉછરંગરાય ઢેબર, બળવંત મહેતા, રસીકભાઈ પરીખ અને કાઠીયાવાડના તમામ મોટા રાજવીઓ સાથે  સતત મંત્રણા કરી  વીલીનીકરણની યોજના તમામ રજવાડાઓને એકત્રીત કરી એક નવું  રાજય રચવા નીર્ણય કરેલા  આ યોજના અંગે શ્રી  ગાંધીજી અને સરદાર સાહેબ સંતોષ  સાથે સહમત થયેલા.

  તા. રર-૧-૧૯૪૮ ના રોજ રાજકોટ ખાતે બ્રીટીશ કોઠીમાં કાઠીયાવાડના તમામ મોટા રાજયોએ નવા રાજયની રચના માટે કરારપત્ર ઉપર સહીઓ કરી  આપેલ આ કરાર પત્રમાં માત્ર સલામીવાળા અને બીન સલામીવાળા રાજયોએ જ સહી કરવાની હતી બાકીના નાના રાજયોએ માત્ર કબુલાત પત્રમાં સહી કરવાની હતી  આ સમયે જ રજવાડાઓ  તરફથી સાલીયાણાનો પ્રશ્‍ન ઉઠાવેલ પણ શ્રી  વી.પી.મેનને કુનેહથી આ પ્રશ્‍નોનો હલ એવી રીતે કાઢેલ  કે તમામ રજવાડાઓને સાલીયાણામાં  દક્ષિણ ભારતના રાજયોની સાલીયાણાની નીતી મુજબ જ આપવામાં આવશે  એવી મેનન સાહેબે ખાત્રી આપેલ.

નવા  રાજયની રચનાની તમામ પ્રક્રિયા પૂર્ણ થતા આ નવા રાજયના ઉદધાટન સમારંભમાં પુજય ગાંધીજી હાજર રહીને શુભેચ્‍છાપાઠવે તેવી લાગણી સાથે સૌરાષ્‍ટ્રના રાજકીય આગેવાનો અને અધીકારીગણનું  એક પ્રતિનિધિ મંડળ તા. ૩૦-૧-૧૯૪૮ ના  રોજ પુજય મહાત્‍મા ગાંધીજીને મળવા દિલ્‍હી ગયેલ અને પુજય ગાંધીજી પ્રાર્થનામાં હતા અને ત્‍યાં જ તેમની હત્‍યા થયેલ જેથી આ પ્રતિનિધિ મંડળ સ્‍મશાન યાત્રામાં ભાગ લઈ ભારે દુઃખ સાથે પરત કરેલ.

તા. ૧પ-ર-૧૯૪૮ ના રોજ અતીગમગીન અને ભારેખમ વાતાવરણ વચ્‍ચે એક સાદા સમારંભમાં જામનગર ખાતે  ‘કાઠીયાવાડ સંયુકત રાજય'  એ નામ સાથે  નવા રાજયના નામની રચનાની જાહેરાત કરવામાં આવેલ આ પ્રસંગે રાજપ્રમુખ શ્રી  દિગ્‍વિજયસિંહએ લાગણી સાથે જણાવેલ મારા બંધુ રાજવી ભાઈઓ વતી સ્‍પષ્‍ટતા કરૂ છું કે અમે કોઈ ધાક ધમકીથી કે દબાણથી સતાનો ત્‍યાગ  કરતા નથી પરંતુ અમારા સમગ્ર પાંતની પ્રજાના વિકાસ અને શાંતી માટે અંખડ ભારતની રચના માટે અમોએ અમારા રાજયનો ત્‍યાગ  કરેલ છે કારણો જાણવા મળેલ નથી પણ રાજયની રચનાના બીજે દિવસે એટલે કે તા.  ૧૬-ર-૧૯૪૮ ના રોજ રાજયનું નામ બદલી સૌરાષ્‍ટ્રનું  સંયુકત રાજય એ નામ રાખવામાં આવેલ. રાજયના પ્રથમ રાજપ્રમુખ પદે જામસાહેબ દિગ્‍વિજયસિંહને શ્રી  વલ્લભભાઈ પટેલે શપથ લેવડાવ્‍યા હતા અને રાજયના પ્રથમ મુખ્‍યમંત્રી તરીકે ઉછંરગરાય ઢેબરને રાજપ્રમુખશ્રી શપથ લેવડાવ્‍યા હતાં.

શ્રી  ઢેબરભાઈના મંત્રીમંડળમાં (૧)શ્રી બળવંતરાય મહેતા (ર) શ્રી  નાનાભાઈ ભટૃ                             (૩) શ્રી રસીકલાલ  પરીખ  (૪) શ્રી  જગજીવનરાય પરીખ (પ)શ્રી  મનહરલાલ શાહનો સમાવેશ થયેલ.

કાઠીયાવાડ ( સૌરાષ્‍ટ્ર) ની પ્રજાએ  અનેક યાતનાઓ વેઠી અને જુલ્‍મોનો સામનો કરી આઝાદીના ઉષાના  સૌરાષ્‍ટ્ર ના સંયુકત રાજયના દર્શન કરેલ આ રાજયને ભારત સરકારે બી વર્ગનો રાજયનો દરજજો આપેલ અને સને. ૧૯૪૮ થી ૧૯પ૬ સુધી રાજયનું સ્‍વતંત્ર અસ્‍તિત્‍વ રહેલ આ સમયગાળામાં રાજયએ પ્રજાહીતના અજોડ અને અપ્રિતમ કાર્ય કરેલ  જેને આજેપણ પ્રજા યાદ કરી સલામ કરે છે.

સૌરાષ્‍ટ્ર રાજયને ૧૯પ૬ માં દ્ધિભાષી મુંબઈ  રાજય સાથે જોડી દેવામાં આવેલ અને ૧૯૬૦ માં ગુજરાત રાજયની રચના થયેલ તેનો સૌરાષ્‍ટ્ર રાજય ભાગ બન્‍યો.  

શ્રી ઉછરંગરાય ઢેબર

સૌરાષ્‍ટ્ર રાજયના પ્રથમ મુખ્‍યમંત્રી

શ્રી વિ.પી. મેનન

દેશના દેશી રજવાડાઓના

એકીકરણના મસીહા

શ્રી કૃષ્‍ણકુમાર સિંહજી  

રાજયના ઉપરાજપ્રમુખ 

શ્રી જામ સાહેબ

રાજયના  રાજપ્રમુખ

શ્રી જામ સાહેબ

રાજયના  રાજપ્રમુખ

સંકલન

તખ્‍તસિંહ ( તખુભા)  રાઠોડ

મો. નં. ૯૮ર૪ર ૧૬૧૩૦

(3:55 PM IST)