News of Tuesday, 30th July 2024
ગાયો આડી આવતાં માલગાડી ઉભી રાખવી પડીઃ એરપોર્ટ ફાટક પાસે ટ્રાફિક જામ

રાજકોટઃ બપોરે ભક્તિનગર સ્ટેશન તરફથી માલગાડી જંકશન તરફ આવી રહી હતી ત્યારે પાટા પર ગાયો આડી આવી જતાં પાઇલોટે માલગાડી ઉભી રાખી દેવી પડી હતી. આ કારણે એરપોર્ટ ફાટક લાંબો સમય સુધી બંધ રહેતાં બંને તરફ વાહનોની કતારો જામી જતાં ટ્રાફિક જામ થઇ ગયો હતો.
(3:58 PM IST)










