<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th July 2024

લોકમેળામાં આકર્ષક નામ અંગે રપ૦ અરજી આવી

કાલે નામ આપવાનો છેલ્લો દિવસ : વિજેતાને કલેકટરના હસ્‍તે ઇનામો અપાશે

રાજકોટ,તા. ૩૦ :  રાજકોટ શહેરમાં રેસકોર્સના મેદાનમાં આગામી જન્‍માષ્ટમી નિમિત્તે તા.૨૪ ઓગસ્‍ટથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાનારા લોકમેળાનું આકર્ષક શીર્ષક મેળવવા માટે સ્‍પર્ધા યોજવાનું આયોજન કરવામાં આવ્‍યું છે.

વહીવટી તંત્ર દ્વારા નગરજનોને આકર્ષક શીર્ષક આપવા નિમંત્રણ પાઠવવામાં આવતા આજ સુધીમાં ૨૫૦ થી વધુ નામો સુચવવવામાં આવ્‍યા છે. જેનો આવતીકાલ તા. ૩૧ જુલાઈના રોજ છેલ્લો દિવસ હોઈ હજુ પણ જે લોકો મેળાનું નામકરણ સૂચવતા માંગતા હોય તેઓએ lokmelarajkot@ gmail.com પર ઈ-મેલ થી નામ મોકલી આપવા તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.

આ પૂર્વે ‘રંગીલો લોકમેળો', ‘રસરંગ લોકમેળો',‘મલ્‍હાર લોકમેળો', ‘જમાવટ લોકમેળો' જેવા નામ સાથે લોકમેળા યોજાયા છે. નામકરણ માટે શીર્ષક ટૂંકું, આકર્ષક, શિષ્ટ, મનોગમ્‍ય હોવું જોઇએ. વધુમાં વધુ બે શીર્ષક મોકલી શકાશે. સૌરાષ્‍ટ્રની ભાતીગળ સંસ્‍કળતિ, પરિવેશ, રહેનસહેન, લોકજીવનને અનુરૂપ હોવું જોઇએ.

એન્‍ટ્રી મોકલનારા સ્‍પર્ધ કે સુવાચ્‍ય અક્ષરમાં પોતાનું નામ, સરનામું, સંપર્ક નંબર લખવાનો રહેશે. ઇ-મેઇલથી મોકલનાર સ્‍પર્ધ કે પણ સરનામુ અને સંપર્ક નંબર અચૂક લખવાનો રહેશે. આ સ્‍પર્ધામાં કોઇ પણ નાગરિક ભાગ લઇ શકશે. પ્રાપ્ત થયેલી એન્‍ટ્રીમાંથી લોકમેળા સમિતિ દ્વારા આખરી શીર્ષક પસંદ કરવામાં આવશે. પસંદગી બાબતે લોકમેળા સમિતિનો નિર્ણય આખરી ગણાશે.

(4:01 PM IST)