News of Tuesday, 30th July 2024
સાધુ વાસવાણી રોડ વિવાદઃ જવાબદાર સામે પગલા ભરોઃ કોંગ્રેસ
શહેર પ્રમુખ અતુલ રાજાણીએ મ્યુનિ. કમિશનર ડી.પી.દેસાઇને પત્ર પાઠવ્યો

રાજકોટ,તા.૩૦: શહેર વોર્ડ નં. ૯માં સાધુવાસવાણી રોડ પર એક ઇંચ પણ માર્જિન છોડયા વગર ત્રણ માળનું બિલ્ંિડગ ચણી લેવાયું છે. આજુબાજુના તમામ કોમ્પલેક્ષમાં માર્જિનની જગ્યા છોડવામાં આવી છે પરંતુ આ કોમ્પલેક્ષમાં માર્જિન છોડયા વગર પ્લાન મંજૂર કરી દેવાનો આક્ષેપ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ કરતા મ્યુનિ. કમિશનરે લેખિત પત્ર પાઠવી જવાબદાર સામે પગલા ભરવા માંગ કરી છે.
વધુમાં શ્રી રાજાણીએ જણાવ્યુ હતુ કે પ્લોટનો સોદો થઇ ગયો હતો. પાર્કિંગ અને માર્જિન તેમજ ગુરુજીનગર આવાસની દિવાલ પાસે પણ દબાણ કર્યું હોય તેવું જણાય છે. આ જમીન કૌભાંડમાં સંડોવાયેલા સામે કડક પગલા ભરવા શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ યોગ્ય કરવા માંગ કરી.
(4:15 PM IST)










