<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th July 2024

પોણા બે વર્ષની બાળકીના ગળામાં કાજુ ફસાઇ જતાં શ્વાસ રૂંધાઇ જવાથી મૃત્‍યુ

રૈયા રોડ બાપા સિતારામ ચોક કાવેરી પાર્કમાં બનાવઃ કારખાનેદાર પરિવારે એકની એક દિકરી ગુમાવી

રાજકોટ તા. ૩૦: બાળકો રમતાં રમતાં ઘણીવાર મુશિબત નોતરી બેસતાં હોય છે. આવા બનાવમાં ક્‍યારેક માસુમ ફુલડા જેવા બાળકોના અકાળે મૃત્‍યુ પણ થતાં હોય છે. પોણા બે વર્ષની બાળકી સુકામેવાનું કાજુ ગળકી જતાં તે શ્વાસનળીમાં ફસાઇ જતાં શ્વાસ રૂંધાઇ જવાથી મોત થયું હતું.

જાણવા મળ્‍યા મુજબ રૈયા રોડ પર બાપા સિતારામ ચોકમાં આવેલા કાવેરી પાર્ક-૧મા ંઆદર્શ એવન્‍યુ ખાતે રહેતાં કારખાનેદાર નિલકંઠભાઇ ગઢીયાની દિકરી પ્રથા (ઉ.વ. પોણા બે) સવારે કાજુ ગળકી જતાં ફસાઇ જતાં શ્વાસ લેવામાં તકલીફ થતાં ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ તેણીનું મૃત્‍યુ થતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો.

પરમ હોસ્‍પિટલ મારફત જાણ થતાં તાલુકા પોલીસ સ્‍ટેશના હેડકોન્‍સ. બી. જે. ખેર સહિતે જરૂરી કાર્યવાહી કરી બાળકીના મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો. એકની એક લાડકવાયી દિકરીના મોતથી કારખાનેદાર પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો

(4:20 PM IST)