News of Tuesday, 30th July 2024
રૂમમાં ઉંઘી રહેલા નેપાળી યુવાન ગોૈરવ પર છરી-કોયતાથી હુમલો
કાલાવડ રોડ તાલુકા પોલીસ સ્ટેશન સામે ફૂડ સ્ટોલ પાછળ બનાવ નેપાળના જ રાહુલ, સિધ્ધુ સહિતના જુના મનદુઃખને લીધે તૂટી પડયા

રાજકોટ તા. ૧૧: કાલાવડ રોડ પર તાલુકા પોલીસ સ્ટેશનની સામેના ભાગે આવેલા કસ્તુરી ફૂડ નામના સ્ટોલમાં કામ કરતાં અને ત્યાં જ પાછળના ભાગે આવેલા રૂમમાં રહેતાં મુળ નેપાળના ગોૈરવ શેરબહાદૂર સાઉદ (ઉ.વ.૨૦) નામના યુવાન પર સવારે ભરઉંઘમાં હતો ત્યારે નેપાળી શખ્સોએ છરી, કોયતાથી હુમલો કરી ઘા મારી દેતાં લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
ગોૈરવ સાઉદ નેપાળથી રાજકોટ આવી કેટલાક સમયથી કસ્તુરી ફૂડમાં કામ કરે છે અને ત્યાં જ પાછળના ભાગે રૂમમાં રહે છે. સવારે તે સુતો હતો ત્યારે નેપાળના જ રાહુલ, સિધ્ધુ સહિતના શખ્સોએ આવી ઓચીંતો છરી, કોયતાથી હુમલો કરી ઘા મારી દેતાં દેકારો મચી ગયો હતો. બીજા કર્મચારીઓ ભેગા થઇ જતાં હુમલાખોરો ભાગી ગયા હતાં. ગોૈરવને લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, તોૈફિકભાઇ જુણાચ, ભાવેશભાઇ મકવાણા, ધર્મેન્દ્રભાઇ હુદડે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ ગોૈરવને અને હુમલો કરનારાઓને અગાઉ માથાકુટ થઇ હતી. તેનું સમાધાન પણ થઇ ગયું હતું. આમ છતાં મનદુફખ ચાલતું હોઇ તેના કારણે હુમલો કરાયો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(4:51 PM IST)










