<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th July 2024

એલસીબી ઝોન-૨ના છ કર્મચારી સહિત ૨૫ની બદલીનો ઘાણવો કાઢતાં પોલીસ કમિશનર ઝા

જયંતિભાઇ ગોહિલ, શક્‍તિસિંહ ગોહિલ, રાજેશભાઇ મિયાત્રા, હેમેન્‍દ્ર વાધીયા, કુલદિપસિંહ રાણા એલસીબીની નવી ટીમમાં સામેલ થયાઃ ટ્રાફિકના અમૃતભાઇ પેરોલ ફરલોમાં મુકાયા

રાજકોટ તા. ૩૦: શહેર પોલીસના અલગ અલગ પોલીસ સ્‍ટેશનો, બ્રાંચ, હેડકવાર્ટરમાં ફરજ બજાવતાં ૨૫ પોલીસ કર્મચારીઓની બદલીનો ઘાણવો પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ કાઢયો છે. જેમાં રાજકોટ એલસીબી ઝોન-૨ ટીમના એક સાથે છ કર્મચારીઓની બદલીથઇ છે. ડીસીપી ઝોન-૨ જગદીશ બાંગરવાના વડપણ હેઠળની આ સ્‍ક્‍વોડમાં હવે નવા કર્મચારીઓ પીએસઆઇ આર. એચ. ઝાલા સાથે ફરજ બજાવશે.

જાણવા મળ્‍યા મુજબ એલસીબી ઝોન-૨માં ફરજ બજાવતા વિરેન્‍દ્રસિંહ દશરથસિંહ ઝાલાને ગાંધીગ્રામ-૨માં, હરપાલસિંહ જશુભા જાડેજાને તાલુકામાં, જેન્‍તીગીરી રેવતીગરી ગોસ્‍વામીને એ-ડિવિઝનમાં, અમીનભાઈ ગુલાબભાઈ ભલુરને ગાંધીગ્રામમાં, જયપાલસિંહ હરપાલસિંહ સરવૈયાને તાલુકા પોલીસ સ્‍ટેશનમાં, મનીષભાઈ રાયધનભાઈ સોઢીયાને માલવીયાનગરમાં બદલવામાં આવ્‍યા છે. તેની જગ્‍યાએ જયંતિભાઈ વિઠ્ઠલભાઈ ગોહિલને મુખ્‍ય મથકમાંથી એલસીબી ઝોન-૨, રાજેશભાઈ નાગદાનભાઈ મીયાત્રાને ગાંધીગ્રામ-૨માંથી એલસીબી ઝોન-૨, શકિતસિંહ વિરેન્‍દ્રસિંહ ગોહિલને ગાંધીગ્રામમાંથી એલસીબી ઝોન-૨ અને હેમેન્‍દ્રભાઈ જયંતિલાલ વાધિયાને માલવીયાનગરમાંથી એલસીબી ઝોન ૨, કુલદિપસિંહ સહદેવસિંહ રાણાને ગાંધીગ્રામમાંથી એલસીબી ઝોન-૨માં મુકવામાં આવ્‍યા છે.

આ ઉપરાંત ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરજ બજાવતા શીલ્‍પાબેન રાજેશભાઈની ટ્રાફિકશાખામાં, યુનિવર્સિટી પોલીસ મથકના ફતેસિંહ વાલજીભાઈની કંટ્રોલરૂમમાં, ગાયત્રીબા તખુભાની તાલુકામાંથી બી-ડિવિઝનમાં,  ટ્રાફિક શાખામાં ફરજ બજાવતાં ભાવેશભાઈ મુળજીભાઈની કુવાડવા રોડ પોલીસ મથકમાં, રેખાબેન હરજીભાઈની કુવાડવા રોડ પોલીસ મથકમાં, મનિષભાઈ હેમાભાઈની આજીડેમ પોલીસ મથકમાં, પળથ્‍વીરાજસિંહ ગુમાનસિંહની ગાંધીગ્રામ પોલીસમાં, મયુરસિંહ ઘનશ્‍યામસિંહની ટ્રાફિક શાખામાંથીતાલુકામાં બદલી કરાઇ છે. આ ઉપરાંત અમળતભાઈ ગલાભાઈ મકવાણાની ટ્રાફિક શાખામાંથી પેરોલ ફર્લો સ્‍કવોડમાં તથા ઉમેશકુમાર સાદુરભાઈની કંટ્રોલરૂમમાંથી યુનિવર્સિટી પોલીસ મથકમાં, હિતેશભાઈ હરીશભાઈની મુખ્‍ય મથકમાંથી થોરાળા પોલીસ સ્‍ટેશનમાં,જયારે બીપીનભાઈ સવજીભાઈ પટેલની મુખ્‍ય મથક-હેડક્‍વાર્ટરમાંથી કંટ્રોલરૂમમાં, કાજલબેન ધીરૂભાઈની હેડ કવાર્ટરથી ટ્રાફિક શાખામાંતેમજ દિગવિજયસિંહ પ્રધ્‍યુમનસિંહની ટ્રાફિકશાખામાંથી સાયબર ક્રાઈમ પોલીસ સ્‍ટેશનમાં બદલી કરાઈ છે.

(4:53 PM IST)