<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th July 2024

જુનુ એટલુ સોનુ : વિહિપ પ્રેરિત જન્‍માષ્‍ટમી મહોત્‍સવ સમિતિના માર્ગદર્શકોની વરણી

નરેન્‍દ્રભાઇ દવે, માવજીભાઇ, શાંતુભાઇ, હસુભાઇ ભગદેવ અને હસુભાઇ ચંદારાણાનો સમાવેશ

રાજકોટ, તા.૩૦: વિશ્‍વ હિન્‍દુ પરિષદ પ્રેરીત શ્રી જન્‍માષ્‍ટમી મહોત્‍સવ સમિતિ દ્વારા ભવ્‍ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. તેમજ જન્‍માષ્‍ટમીના પર્વ નિમિતે અનેકવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવે છે. જેની પ્રથમ પંકિત રૂપે ગત રવિવારે નાગર બોર્ડિગ, વિરાણી હાઈસ્‍કૂલ સામે, સમિતિના મઘ્‍યસ્‍થ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્‍યું હતું.

વર્ષો સુધી જન્‍માષ્‍ટમી નિમિતેની શોભાયાત્રા અને અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેમાં હરહંમેશ જેમનું યોગદાન રહયું છે તેવા પાયાના પથ્‍થર સમાન અને હંમેશા જેમનું સમિતિને અવિરત માર્ગદર્શન મળતુ રહયું છે તેવા વડીલ આગેવાનોની શ્રી જન્‍માષ્‍ટમી મહોત્‍સવ સમિતિ-ર૦ર૪ ના માર્ગદર્શક મંડળમાં સમાવેશ કરવામાં આવ્‍યો છે. માર્ગદર્શક મંડળમાં નરેન્‍દ્રભાઈ દવે, માવજીભાઈ ડોડીયા, હસુભાઈ ભગદેવ, શાંતુભાઈ રૂપારેલીયા, હસુભાઈ ચંદારાણા આ વખતે પણ માર્ગદર્શક તરીકે સેવા આપશે.

શ્રી નરેન્‍દ્રભાઈ દવે બાલ્‍યાકાળથી જ સંઘના સ્‍વંયસેવક છે તથા તેઓ સંઘમાં અનેકવિધ જવાબદારીઓ નિભાવી હાલમાં સંઘના સૌરાષ્‍ટ્ર પ્રાંતના સહવ્‍યવસ્‍થા પ્રમુખ તરીકે સેવા આપે છે. વી.વી.પી. એન્‍જીનીયરીંગ કોલેજમાં ટ્રસ્‍ટી છે વિરાણી બહેરા-મુંગા શાળામાં પણ તેઓ ટ્રસ્‍ટી તરીકે સેવાકીય કામ સાથે જોડાયેલ સંસ્‍થા સેવા ભારતી ગુજરાતના પણ તેઓ ટ્રસ્‍ટી છે.

શ્રી માવજીભાઈ ડોડીયા અગ્રણી ટ્રાન્‍સ્‍પોર્ટ કંપનીના સંચાલક છે તથા તેઓ રાજકોટ ગુડ ટ્રાન્‍સ્‍પોર્ટ એસોસીએશનના પ્રમુખ તરીકે અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્‍સ્‍પોર્ટ એસોસીએશન ગુજરાતના પ્રમુખ છે તેઓ નાળોદા રજપુત સમાજના અખિલ ગુજરાત સમાજના પ્રમુખ તરીકે સેવા આપી રહયાં છે તથા રાજકોટના પૂર્વ ડે. મેયર તથા શિક્ષણ સમિતિના ચેરમેન પદે પણ રહી ચુકયા છે.

શ્રી હસુભાઈ ભગદેવ અગ્રણી ટ્રાન્‍સ્‍પોર્ટ કંપનીના સંચાલક છે તથા હાલ રાજકોટ ગુડ ટ્રાન્‍સ્‍પોર્ટ એસોસીએશનના પ્રમુખ તથા અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્‍સ્‍પોર્ટ એસોસીએશન ગુજરાતના તેઓ મંત્રી તરીકે છે સામાજીક, ધાર્મિક ક્ષેત્રે રઘુવંશી પરિવાર ચેરીટેબલ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી, રતનપર મંદિરના ટ્રસ્‍ટી તરીકે સેવા આપે છે તેઓ ગુજરાત સરકારના બિન અનામત આયોગના સભ્‍ય તરીકે પણ રહી ચુકયા છે.

શ્રી શાંતુભાઈ રૂપારેલીયા તેઓ રાજકોટ ગુડ ટ્રાન્‍સ્‍પોર્ટ એસોસીએશનમાં તથા અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્‍સ્‍પોર્ટ એસોસીએશન ગુજરાતમાં તેઓ સંકળાયેલ છે અને તેઓ વર્ષોથી જન્‍માષ્‍ટમી મહોત્‍સવ સમિતિમાં પરિવહનની સેવા સંભાળી રહયાં છે. વર્તમાનમાં વિ.હિ.પ. રાજકોટ મહાનગરના અઘ્‍યક્ષ તરીકે તથા સૌરાષ્‍ટ્ર પ્રાંતના કોષાઘ્‍યક્ષ તરીકે સેવા આપી રહયાં છે.

શ્રી હસુભાઈ ચંદારાણા સંઘના પ્રખર સ્‍વયંસેવક છે તેમજ અગ્રણી ટ્રાન્‍સ્‍પોર્ટ કંપનીના સંચાલક છે તથા તેઓ રાજકોટ ગુડ ટ્રાન્‍સ્‍પોર્ટ એસોસીએશનમાં તથા અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્‍સ્‍પોર્ટ એસોસીએશન ગુજરાતમાં તેઓ સંકળાયેલ છે અને તેઓ વર્ષોથી જન્‍માષ્‍ટમી મહોત્‍સવ સમિતિમાં પરીવહનની સેવા સંભાળી રહયાં છે.  વિ.હિ.પ. રાજકોટ મહાનગરના કાર્યકારી અઘ્‍યક્ષ તરીકે સેવારત છે.

માર્ગદર્શક મંડળ દ્વારા આ વખતની જન્‍માષ્‍ટમી નિમિતેના કાર્યક્રમો તથા ૨૬ ઓગષ્‍ટે શોભાયાત્રા ભવ્‍ય રીતે યોજાય તે માટેના તમામ પ્રયત્‍નો કરી રહયાં છે તેમ જન્‍માષ્‍ટમી મહોત્‍સવ સમિતીના ઈન્‍ચાર્જ  નિતેશભાઈ કથીરીયાની યાદીમાં જણાવાયું છે.(૨૩.૯)

 

જિયો કરાવશે જલસો : રૂ.૧૭૯૯ માં ભારત જે-૧ ૪જી ફોન લોન્‍ચઃ યુપીઆઈ પેમેન્‍ટ અને ૪૫૫ થી વધુ ચેનલ્‍સનું લાઈવ સ્‍ટ્રીમીંગ

ફોનમાં ૦.૧૩ જીબી ઓનબોર્ડ સ્‍ટોરેજ અને ૧૨૮ જીબી સુધી એક્‍સપાન્‍ડેબલ મેમરીનો વિકલ્‍પ : એકમાત્ર ડાર્ક ગ્રે કલરમાં ઉપલબ્‍ધ

મુંબઈ,તા.૩૦ : રિલાયન્‍સ જિયોએ ભારતમાં તેનો નવો ફીચર ફોન Jio Bharat J1 4G લોન્‍ચ કર્યો છે.આ ફોનને એન્‍ટ્રી લેવલ ફીચર ફોન તરીકે રજૂ કરવામાં આવ્‍યો છે. ફોન UPI પેમેન્‍ટને સપોર્ટ કરે છે અને તેની સાથે JioTV, Jio Cinema અને Jio Pay જેવી એપ્‍સ પ્રી-ઇન્‍સ્‍ટોલ કરેલી છે. JioTVની મદદથી, તમે 455+ ચેનલ્‍સ સુધી લાઇવ સ્‍ટ્રીમ કરી શકો છો.  ફોનના સ્‍પેસિફિકેશનની વાત કરીએ તો તેમાં ૨.૮ ઇંચની ડિસ્‍પ્‍લે છે, જે ફિઝિકલ કીપેડ સાથે આવે છે. Jio Bharat J1 4Gમા_ Threadx RTOS ઓપરેટિંગ સિસ્‍ટમ છે. આ સાથે, Jio ની એપ્‍સ જેમ કે JioTV, JioCinema અને Jio Pay ઉપલબ્‍ધ છે, જે પ્રી-ઇન્‍સ્‍ટોલ કરવામાં આવે છે. ફોનમાં ૦.૧૩ જીબી ઓનબોર્ડ સ્‍ટોરેજ છે અને ૧૨૮ જીબી સુધી એક્‍સપાન્‍ડેબલ મેમરીનો વિકલ્‍પ છે.  Jio એ JioBharat J1 4G ફીચર ફોન સાથે ૧૨૩ રૂપિયાનો 4G રિચાર્જ પ્‍લાન પણ રજૂ કર્યો છે, જે દર મહિને અમર્યાદિત વૉઇસ કૉલ્‍સ અને 14GB ડેટા ઑફર કરે છે. વપરાશકર્તાઓ ફોન પર પૂર્વ-ઇન્‍સ્‍ટોલ કરેલી JioTV એપ્‍લિકેશનનો ઉપયોગ કરીને બહુવિધ પ્રાદેશિક ચેનલો સહિત 455ૅ ચેનલો ઍક્‍સેસ કરી શકે છે. JioPay એપની મદદથી UPI પેમેન્‍ટ પણ કરી શકાય છે.

 Jioના લેટેસ્‍ટ ફીચર ફોનમાં 2,500mAh બેટરી છે. ફોનમાં ડિજિટલ કેમેરા માટે સપોર્ટ છે, જેની મદદથી UPI પેમેન્‍ટ કરવા માટે QR કોડ પણ સ્‍કેન કરી શકાય છે. આ સિવાય ફોનમાં 3.5mm ઓડિયો જેક પણ આપવામાં આવ્‍યો છે. ફોનનું વજન ૧૨૨ ગ્રામ છે.

 આ ફોનની કિંમત ૧,૭૯૯ રૂપિયા છે. ફોન એકમાત્ર ડાર્ક ગ્રે કલરમાં આવે છે. તેને Amazon India પરથી ખરીદી શકાય છે.

(4:57 PM IST)