News of Tuesday, 30th July 2024
પરાપીપળીયા એકતા સોસાયટી પાસે મૃત બાળકીનું ભૃણ મળ્યું
ગાંધીગ્રામ પોલીસે અજાણીસ્ત્રી સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૩૦ : જામનગર રોડ પરાપીપળીયા એકતા સોસાયટીમાં કવાર્ટર પાસે મૃત નવજાત બાળકી મળી આવતા ગાંધીગ્રામ પોલીસે અજાણી મહિલા સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
મળતી વિગત મુજબ જામનગર રોડ પર પરાપીપળીયામાં એકતા સોસાયટીમાં રહેતા ફ્રુટના વેપારી નિલેશભાઇ મનસુખભાઇ ડોડીયા (ઉ.વ.૫૯) ગઇકાલે સાંજે ઘરની બહાર નીકળતા કપડામાં વીંટાડેલુ નવજાત બાળક જોતા તેણે જાણ કરતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને તુરંત જ પોલીસને જાણ કરતા ગાંધીગ્રામ પોલીસ મથકના પીએસઆઇ વી.એચ. પરમાર સહિતે સ્થળ પર પહોંચી તપાસ કરતા એક દિવસની બાળકીનું ભૃણ હોવાનું જણાતા ભૃણને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયુ હતું બાદ પોલીસે અજાણીસ્ત્રી સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. ભૃણનું જન્મતાની સાથે જ મૃત્યુ થયું હોઇ, કોઇ અજાણીસ્ત્રીએ પોતાનું પાપ છૂપાવવા મુકી ગઇ હોવાનું જણાઇ રહ્યું છે.
(5:02 PM IST)










