<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th July 2024

ભારત નાટયમ અને કથ્‍થક નૃત્‍યનો ભાગ ‘રસાનુભૂતિ શાસ્ત્રીય નૃત્‍ય મહોત્‍સવ'નું સુંદર આયોજન

રાજકોટની સંગીત નૃત્‍ય નાટય મહાવિદ્યાલયની ઉભરતી પ્રતિભા શ્‍વેતા ધામેચા, સ્‍નેહા જોશી, ધૃતિ પઢારીયા, હિરવા છાંટબાર, નિર્ઝરી કકક્‍ડ, જીયા શેઠિયાએ શ્રીમતી હિના મહેતાના માર્ગદર્શનમાં પ્રશંસનીય રજુઆત કરી

રાજકોટ : રમત ગમત અને સાંસ્‍કળતિક પ્રવળત્તિઓ વિભાગ, ગાંધીનગરની ગુજરાત રાજ્‍ય સંગીત નાટક અકાદમીના આર્થીક સહયોગ તેમજ સપ્‍તક સંગીત વિદ્યાલય, જૂનાગઢના યજમાન પદે અને સુર સંગીત નળત્‍ય વિદ્યાલય જૂનાગઢના ઉપક્રમે મિનરાજ  શૈક્ષણીક સંકુલ, ભવનાથ તળેટી, જૂનાગઢ ખાતે તાજેતરમાં ભરતનાટયમ અને કથ્‍થક નળત્‍યના ભવ્‍ય મહોત્‍સવ ‘‘રસાનુભૂતિ''નું આયોજન કરવામાં આવેલ

 રાજકોટની સુપ્રસિધ્‍ધ સંસ્‍થા ‘‘સંગીત નળત્‍ય નાટય મહાવિદ્યાલય''ની ઉભરતી નર્તન કલાકાર પ્રતિભાઓ શ્વેતા ધામેચા, સ્‍નેહા જોશી, ધળતિ પઢારીયા, હિરવા છાંટબાર, નિર્ઝરી કક્કડ તથા જીયા શેઠિયાએ શુધ્‍ધ કથ્‍થક નળત્‍યની પરંપરાગત રચનાઓની કલાગુરૂ શ્રીમતી હીના મહેતાના માર્ગદર્શન હેઠળ પ્રસંશનીય રજૂઆત કરી સમગ્ર શ્રોતાઓની બેહદ પ્રસંશા અને દાદ મેળવી સંસ્‍થાનું ગૌરવ વધાર્યું છે.

 બંદીશ ‘‘કહો જી તુમ કૈસે બને હો'' પર શ્રીમતી હીના મહેતાએ અવિસ્‍મરણીય  અભિનય રજૂ કર્યો હતો. કલાકારોને સંગત સહાયમાં સંસ્‍થાના ગુરુજનો સર્વશ્રી દેવેન્‍દ્ર દવે, હીના મહેતા, નિયતી ભટ્ટ, અમી વૈષ્‍ણવ, રામ વ્‍યાસ, પરેશ માણેકે સુંદર સાથ આપી રજૂઆતોને ચાર ચાંદ લગાડી દીધેલ.

 કાર્યક્રમમા ં અન્‍ય વ્‍યવસ્‍થા સંસ્‍થાના શ્રી સમીર બેલીમ, શ્રીમતી પુષ્‍પા સીતાપરા અને શ્રીમતી હીના ભાટીએ સરસ રીતે સંભાળી કાર્યક્રમને સફળતા અપાવી હતી. (ભરત વૈષ્‍ણવ દ્વારા)

(5:16 PM IST)