<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th July 2024

મનપાના ૬ સફાઇ કામદારો સ્‍વૈચ્‍છિક નિવૃત્ત : વારસદારોને નિમણૂક પત્ર એનાયત

રાજકોટ : મહાનગરપાલિકા દ્વારા ૬ સફાઈ કામદારોᅠસ્‍વૈચ્‍છિક નિવૃત થતાં તેઓને નિવૃત્તિ વિદાયમાન આપવામાં આવ્‍યું તેમજ ૭ સફાઈ વારસદારોને મહાનગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્‍યા. આ સાત વારસદારોને રહેમરાહેᅠ‘સફાઈ સહાયક'ᅠતરીકે મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા,ᅠસ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર,ᅠશાસકપક્ષ દંડક મનિષભાઈ રાડીયા, સેનિટેશન કમિટી ચેરમેન નિલેશભાઈ જલુના હસ્‍તેᅠનિમણૂંકપત્રᅠએનાયત કરવામાં આવ્‍યા.

(5:08 PM IST)