<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th July 2024

રાજકોટ એડવર્ટાઇઝીંગ સર્કલ દ્વારા ડિઝિટલ માર્કેટીંગ વિષે યોજાયો સેમીનાર

રાજકોટ : ડિઝિટલ માર્કેટીંગ વિષે રાજકોટ એડવર્ટાઇઝીંગ કલબ દ્વારા સભ્‍ય પરિવારજનો માટે એક સેમીનાર યોજવામાં આવ્‍યો હતો. જેમાં મુખ્‍ય વકતા ટ્રીનીટી યુનિસેપ્‍ટસના શ્રી અનિશભાઇ પરીખે ડિઝિટલ માર્કેટીંગની આખી ઇકો સીસ્‍ટમ અને તેના અલગ અલગ પાસાઓ તેમજ ટુલ્‍સ અંગે દાખલાઓ સાથે સરળ ભાષામાં માર્ગદર્શન પીરસ્‍યુ હતુ. સેમીનારમાં એજન્‍સી માલીકો તેમજ તેમના કર્મચારીઓએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો. ત્રણ કલાકના આ સેમીનારમાં એક સેશન પ્રશ્‍નોતરીનું પણ રાખવામાં આવ્‍યુ હતુ. રાજકોટ એડવર્ટાઇઝીંગ સર્કલ એવા ઉદેશ્‍ય સાથે આગળ વધી રહ્યુ છે કે રાજકોટની તમામ એજન્‍સી તેમજ તેમના કર્મચારીઓને વિવિધ વિષય પર લેકચર સેમીનારનો લાભ મળતો રહે અને તેમના જ્ઞાનમાં વધારો થાય. ડિઝિટલ માર્કેટીંગના નામે ફ્રોડ કે સ્‍કેમ વિષે પણ આ તકે સૌને માહીતગાર કરવામાં આવ્‍યા હતા. પોતાના સભ્‍યોમાં માર્કેટીંગ અને એડવર્ટાઇઝીંગમાં વેલ્‍યુ બિલ્‍ડીંગ થાય તેવા પ્રયાસો રાજકોટ એડવર્ટાઇઝીંગ સર્કલને હાથ ધર્યા છે.

(5:09 PM IST)