News of Tuesday, 30th July 2024
વન નેશન વન રાશનકાર્ડઃ રાજકોટ જીલ્લામાં ૨૭૮૨ લાભાર્થીઓને લાભ

રાજકોટ તા.૩૦: ભારત સરકારની ‘‘વન નેશન વન રાશનકાર્ડ'' યોજના માર્ચ-૨૦૨૧ થી ગુજરાત રાજ્ય સહીત ૩૦ થી વધુ રાજ્યો અને ૭ કેદ્રશાસિત પ્રદેશ સહીત રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-૨૦૧૩ હેઠળ લાભાર્થી આધાર આધારિત બાયોમેટ્રિક પ્રમાણીકરણ બાદ જે તે રાજ્યના પ્રવર્તમાન કેટેગરી મુજબના વિતરણ પ્રમાણ અને ભાવથી મળવાપાત્ર અનાજનો જથ્થો કોઈપણ વાજબી ભાવની દુકાન પરથી મેળવી શકે છે. જેના કારણે બીજા રાજ્યમાંથી આવતા શ્રમિકો, પર પ્રાંતીયો તથા બીજા જિલ્લામાંથી આવતાં ખેતમજુરો તેમજ વિચરતું જીવન જીવતાં લોકો કે જેમનો સમાવેશ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો - ૨૦૧૩ ના લાભાર્થી તરીકે થયેલ હોય, તે પોતાને મળવાપાત્ર અનાજનો જથ્થો દેશની કોઈપણ વાજબી ભાવની દુકાનેથી મેળવી શકશે. રાજકોટ જિલ્લામાં જુલાઈ- ૨૦૨૪ દરમ્યાન રાજકોટ જિલ્લાના-૧૭૬૧ લાભાર્થીઓ, રાજકોટ સિવાયના અન્ય જિલ્લાના- ૭૬૧ લાભાર્થીઓ તથા અન્ય રાજ્યના - ૨૬૦ લાભાર્થીઓ મળીને કુલ -૨૭૮૨ લાભાર્થીઓએ આ યોજના અંતર્ગત લાભ મેળવેલ છે
(5:11 PM IST)










