<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th July 2024

ક્રિષ્‍ના ફાઉન્‍ડેશન રાજકોટની વાર્ષિક સભા સંપન્‍ન : પ્રમુખપદે કાનાભાઇ બાંટવા સહિત નવ હોદેદારોની વરણી

રાજકોટ : ક્રિષ્‍ના ફાઉન્‍ડેશન રાજકોટ ટ્રસ્‍ટની વાર્ષિક સાધારણ સભા તાજેતરમાં મળી જતા વાર્ષિક હીસાબો ઉપરાંત આહીર સમાજના યુવાનો માટે શું કાર્યો કરવા તે અંગે ચર્ચા વિચારણા હાથ ધરાઇ હતી. હાલ સંસ્‍થા ખાતે કલાસ-૩ માટેના કોચિંગ ચાલુ છે. આગામી સમયમાં જીપીએસસી-યુપીએસસી સિવિલ સર્વિસ માટેના કોચિંગ કલાસ ચાલુ કરવા પણ તૈયારીઓ કરાઇ છે. મીટીંગ દરમિયાન રોટેશન મુજબ નવા હોદેદારોની વરણી કરાઇ હતી. જેમાં પ્રમુખ તરીકે કાનાભાઇ બાંટવા (ગ્રુપ એડિટર - આજકાલ), ઉપપ્રમુખ તરીકે નિર્મળભાઇ મેતા (સેક્રેટરી એપીએમસી કોટડા સાંગાણી), બીજા ઉપપ્રમુખ તરીકે નિર્મળભાઇ ગોગરા (ડે.કમિશ્‍નર જીએસટી- અમદાવાદ), મંત્રી તરીકે કુંભાભાઇ રામ (એસો.પ્રો. એમ.બી. આર્ટસ એન્‍ડ કોમર્સ કોલેજ, ગોંડલ), સહમંત્રી તરીકે નિકુલભાઇ આહીર (શ્રમ અને રોજગાર વિભાગ રાજકોટ), ખજાનચી તરીકે દિલીપભાઇ વિરડા (મામલતદાર કચેરી કાલાવડ), ટ્રસ્‍ટી તરીકે વિજયાબેન બાંભણીયા, વિક્રમભાઇ ખુંગલા (હિસાબી અધિકારી વર્ગ-૧, જિલ્લા પંચાયત અમરેલી), ગીરીશભાઇ ગોરીયા (ગ્રુપ ચેરમેન ઓપેરા પોલીપેક પ્રા.લી. કેવલમ બિલ્‍ડર્સ)ની વરણી કરાઇ હતી. તેમ ક્રિષ્‍ના ફાઉન્‍ડેશન રાજકોટ (મો.૯૫૫૮૩ ૩૭૭૬૨)ની એક યાદીમાં જણાવાયુ છે.

(5:11 PM IST)