<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th July 2024

એનીમલ હોસ્‍ટેલના અવેળા-વાડામાં મચ્‍છરોના ગંજઃ પાણીના ટાંકામાં ખુલ્લા વાયરોઃ માલધારી આગેવાનો ઉકળી ઉઠયા

રાજકોટઃ મહાનગરપાલિકાની એનિમલ હોસ્‍ટેલમાં ઘોર બેદરકારી સામે આવી છે. આજે રાજકોટ માલધારી સમાજના પ્રમુખ ભીખાભાઇ પડસાળીયા, રણજીત મુંધવા, જીલેશભાઇ ટોટા તથા અજયભાઇ મુંધવા સહિતના આગેવાનોએ જયારે એનિમલ હોસ્‍ટેલની મુલાકાત લીધી ત્‍યારે ત્‍યાં દયાનિય દ્રશ્‍ય નજરે પડયું. ગાય માતાના પીવાના પાણીના આવેળા તથા વાડામાં મચ્‍છરોના ગંજ અને ઠેઠ સુધી પાણી ભરાયેલા હતા. કોર્પોરેશનના પાણીના ભરવા માટેના ટાંકામાં ખુલ્લા વાયરો હોય અઘટીત ઘટના બનવાની મહાનગરપાલિકા રાહ જોઇ રહી છે કે શું? આગેવાનોએ આ તમામ પ્રશ્‍નો ઉકેલ તાકીદે ઉકેલવા માંગ કરી છે.

(5:12 PM IST)