<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st July 2024

દિગ્‍ગજ હાસ્‍યકલાકાર કિરીટ વ્‍યાસને ૧૦ મી હાસ્‍યાંજલી

શો મસ્‍ટ ગો ઓન : પિતાના અવસાનના સમાચાર સાંભળ્‍યા બાદ પણ કિરીટ પાસે લોકોને ત્રણ કલાક હસાવ્‍યા અને ત્‍યારબાદ ઘરે જઇ આંસુ વહાવેલ

રાજકોટ : રાજકોટના હાસ્‍ય કલાકાર,ગાયક અને લેખક કિરીટભાઇ બી.વ્‍યાસની આજે  તા.૩૧/૭/૨૦૨૪  ના દસમી હાસ્‍યાંજલી છે.

કિરીટ વ્‍યાસ આ સિનિયર મોસ્‍ટ કલાકારે ઓરકેસ્‍ટ્રા સિંગર તરીકે તેમની કારકિર્દી ની શરૂઆત કરી. કિરીટ વ્‍યાસે આખી જિંદગી કિશોરકુમાર ના ગીતો દિલથી ગાયા અને રાજેશ ખન્ના વહેમમાં જીવ્‍યા. કિરીટ વ્‍યાસ નું એકસ્‍ટ્રા ઓડિનરી ડ્રેસિંગ અને તેમની હેરસ્‍ટાઈલ રાજેશ ખન્ના જેવી હતી. એટ્‍લે જ  ફેફસાફાડ કૉમેડી જોક્‍સના જનકને સહુ વહાલ થી કાકા કહેતા.

એકવાર રાજકોટમાં કિરીટ વ્‍યાસ નો કાર્યક્રમ ચાલે અમે રાજકોટ વાસી જેની શેરીમાં છોકરા હોય ઠાંસી ઠાંસી ઠાંસી આ ગીત રાજકોટ માટે તેમણેજ લખેલું અને ગાયું. રાજકોટ ના કલાપ્રેમીઓ એ બેવાર વન્‍સમોર કરીને આ ગીત ગવડાવ્‍યું. સાહેબ એ ચાહકો નું માનરાખીને ગાયું પણ ખરું. પણ જ્‍યારે ત્રીજી વખત વન્‍સમોર થયું ત્‍યારે કાર્યક્રમ પૂર્ણ થવાનો હતો. અને કિરીટ વ્‍યાસે લોકો સામે હાથ જોડ્‍યા કે મને હવે ઘેર જવા દો ત્રણ કલાક પહેલા મારા પિતા શ્રી બાલાશંકર શિવશંકર વ્‍યાસ નું ઘરે અવસાન થયું છે.

 આ સાંભળી  ઓડીયન્‍સ ઊભું થઈ ગયું.  શો  મસ્‍ટ ગો ઑન આ સૂત્ર કિરીટ વ્‍યાસે જીવી બતાવ્‍યુ. દરેક કલાકાર પ્રથમતો એક માણસ હોવો જોઈએ અને કલાકાર ચાહકો નું મૂલ્‍ય ઓછું ન આંકે એવું કિરીટ વ્‍યાસ હંમેશા અનુસરતા.

 કિરીટ વ્‍યાસની ઓડિઓ-વિડિયો સીડી અને ત્રણ પુસ્‍તકો છે. કિરીટનો કલબલાટ ,ખરયા લીલા પાન, ઝાકળ જેટલા આંસુ ,બહાર પડ્‍યા છે, યુટયૂ બ પર ‘રંગ જમાવો', ‘કિરીટ ની કમાલ હાસ્‍યની ધમાલ ના પાંચ ભાગ ઉપલબ્‍થ છે.

 આજે એકત્રીશ મી જુલાઈ એ અજરા અમર ગાયક મહમદ રફી ની પણ પુણ્‍યતીથી છે.

સ્‍મરણ કોઈપણ વ્‍યક્‍તિ કે પ્રસંગને અમરત્‍વ બક્ષે છે. સ્‍મરણ એ જીવન સમષ્ટિ પછી નું એવું જોડાણ છે જે વ્‍યક્‍તિ ને નિરંતર જીવિત રાખે છે. મુંબઇ રિલાયન્‍સના વાઇસ પ્રેસિડેન્‍ટ  યોગેશભાઈ પાઠક(ચોરવાડ) કિરીટ વ્‍યાસના અદના ચાહક એ ગદગદદિત સ્‍વરે જણાવ્‍યુ કે મુંબઈ ની એવી કોઈ સંસ્‍થા નહીં હોય જેણે છેલ્લા  કિરીટ વ્‍યાસ ને મન ભરી ને માણ્‍યા નહીં હોય. બાતે ભૂલ જાતી હૈ,યાદે યાદ આતી હૈ! કિરીટ વ્‍યાસ જેવા મહાન કલાકારને હાસ્‍યાંજલી નો પડઘો આવનારાં અનેક વર્ષો સુધી સહાદયો ના  રૂદીયા માં ગાજતો રહેશે.(૯.૧૭)

- મનીષ પી દવે

ભાવનગર(મો.૯૪૨૬૮૩૦૩૬૮)

(1:45 PM IST)