<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st July 2024

જન્‍માષ્‍ટમીની શોભાયાત્રામાં ફલોટ બનાવવા ટ્રક ફાળવાશેઃ સાંજે ટ્રાન્‍સપોર્ટ એશો.ની બેઠક

મહોત્‍સવ સમિતિમાં કોષાધ્‍યક્ષ પદે વિનુભાઇ ટીલાવતઃ સહકોષાધ્‍યક્ષ રાહુલ જાની

રાજકોટ,તા. ૩૧: વિ.હિ.પ. પ્રેરીત જન્‍માષ્‍ટમી મહોત્‍સવ દર વર્ષની માફક આ વર્ષે પણ ખૂબ રંગેચંગે ઉજવાય તેવા હેતુથી સમિતિ દ્વારા અલગ-અલગ સમાજ શ્રેષ્ઠીઓને વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી રહી છે. જે અંતર્ગત સમિતિના કોષાઘ્‍યક્ષ તરીકે વિનુભાઈ ટીલાવતની વરણી કરવામાં આવી છે. તેઓ રાજકોટ ગુડઝ ટ્રાન્‍સ્‍પોર્ટ એસો. ટ્રેઝરર તરીકે હાલમાં સેવા આપી રહયાં છે. વિ.હિ.પ. રાજકોટ મહાનગરના કોષાઘ્‍યક્ષ તરીકેની પણ પરિવહનની જવાબદારી પણ આ વર્ષે પણ તેઓ ખૂબ સફળતાપૂર્વક બજાવશે.

ઉપરાંત સહકોષાઘ્‍યક્ષ તરીકે વર્ષોથી વિ.હિ.પી સાથે સંકળાયેલા રાહુલભાઈ જાનીની વરણી કરવામાં આવી છે. તેઓ આ વર્ષે કાર્યક્રમને લગતી નાણાકીય જવાબદારી ખંતપૂર્વક નિભાવશે.રાજકોટને કૃષ્‍ણમય બનાવવા માટે આપના ટ્રાન્‍સપોર્ટનો ભગીરથ પ્રયાસ હોય છે. દર વર્ષે શોભાયાત્રાના મુખ્‍ય અંગ એવા ફલોટસ, બનાવવા માટે રાજકોટ ટ્રાન્‍સપોર્ટ એસોસીએશન દ્વારા નાના-મોટા મળી ૧રપ થી પણ વધારે વાહનો સમિતિને પુરા પાડવામાં આવે છે. શોભાયાત્રાને ચાર ચાંદ લગાડતા વિવિધ ફલોટસ માટે નાના-મોટા વાહનો ફાળવવા તથા તે અંગેની પૂર્વ તૈયારીના ભાગ રૂપે આજરોજ સાંજે વિ.હિ.પ. કાર્યાલય ખાતે રાજકોટના અગ્રગણ્‍ય ટ્રાન્‍સપોર્ટરની મીટીંગનું આયોજન કરવામાં આવ્‍યું છે. દર વર્ષે શોભાયાત્રાને સફળ બનાવવા માટે સિંહ ફાળો આપતો ટ્રાન્‍સ્‍પોર્ટરોમાં આ વર્ષે પણ ખૂબ અનેરો ઉત્‍સાહ વર્તાય રહયો છે ટ્રાન્‍સપોર્ટરોને આજની મીટીંગમાં ભાગ લેવા વિ.હિ.પ. પ્રેરીત જન્‍માષ્‍ટમી મહોત્‍સવ સમિતિ-ર૦ર૪ ના માર્ગદર્શકો સર્વશ્રી નરેન્‍દ્રભાઈ દવે, માવજીભાઈ ડોડીયા, હસુભાઈ ભગદેવ, શાંતુભાઈ રૂપારેલીયા, હસુભાઈ ચંદારાણા, મહોત્‍સવ સમિતિના ઈન્‍ચાર્જ નિતેશભાઈ કથીરીયા, સહ-ઈન્‍ચાર્જ કૃણાલભાઈ વ્‍યાસ, કોષાઘ્‍યક્ષ વિનુભાઈ ટીલાવત, સહ-કોષાઘ્‍યક્ષ રાહુલભાઈ જાની, વિ.હિ.પ.ના નાનજીભાઈ સાખ, વનરાજભાઈ ગેરૈયા, સુશીલભાઈ પાંભર, મનોજભાઈ ડોડીયા, હષીતભાઈ ભાડજા, આલાપભાઈ બારાઈ, દિપકભાઈ ગમઢા, હર્ષભાઈ વ્‍યાસ, રાજકોટ ટ્રાન્‍સપોર્ટ એસોસીએશનના સેક્રેટરી પરમરાજસિંહ રાણા તથા એસો. ના વિનુભાઈ ટીલાવત વિગેરેએ અનુરોધ કર્યો છે.

(2:48 PM IST)