<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st July 2024

કેસરી પૂલ પાસે અજાણ્‍યો યુવાન બેભાન હાલતમાં મળ્‍યોઃ નેફામાંથી છરી નીકળી!

રાજકોટ તા. ૩૧: શહેરના કેસરી પૂલ નજીક જુના ખટારા સ્‍ટેન્‍ડ પાસે સવારે સાડા પાંચેક વાગ્‍યે એક શખ્‍સ બેભાન જેવી હાલતમાં પડયો હોવાની જાણ થતાં ૧૦૮ના ઇએમટી દિપકભાઇ અને પાઇલોટ પહોંચ્‍યા હતાં. આશરે ૨૭ વર્ષના આ યુવાનને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં પહોંચાડયો હતો. તબિબે પોલીસ કેસ જાહેર કરતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, તોૈફિકભાઇ જુણાચ, ભાવેશભાઇ મકવાણા, ધર્મેન્‍દ્રભાઇ હુદડે એ-ડિવીઝન પોલીસને જાણ કરી હતી. એકાદ કલાકની સારવાર બાદ આ શખ્‍સ થોડો ભાનમાં આવ્‍યો હતો. જો કે પોતાનું નામ સરનામુ બોલી શકતો નહોતો. બીજી તરફ આ શખ્‍સના નેફામાંથી છરી મળતાં ૧૦૮ની ટીમ તેને છરી સાથે હોસ્‍પિટલે લાવી હતી. જેની જાણ થતાં સિક્‍યુરીટી ઇન્‍ચાર્જ જગદીશભાઇ ચાંદેગરા સહિતના લોકો વોર્ડમાં દોડી ગયા હતાં અને પોલીસને પણ વાકેફ કરી હતી. તસ્‍વીરમાં બેભાન મળેલો યુવાન અને તેની પાસેથી મળેલી છરી તથા સિક્‍યુરીટી ટીમ જોઇ શકાય છે.

(2:57 PM IST)