તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Wednesday, 31st July 2024
રાજકોટ હીરાસર એરપોર્ટનું શીયાળાની સીઝનનું શેડયુલ જાહેરઃ હવે ૧૬ ફલાઇટ ઉડાન ભરશે
રાજકોટથી દિલ્હી-મુંબઇ-બેંગલોર-સુરત-ગોવા-પૂના-અમદાવાદની ફલાઇટો મળશે

રાજકોટ તા. ૩૧ :.. હીરાસરમાં સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર આગામી શિયાળાની સિઝનમાં ફલાઇટની ઉડાન માટેનું શેડયુલ જાહેર થયું છે. જેમાં એક ચાર્ટર સહિત ૧૬ ફલાઇટ ઉડાન ભરશે.
હાલ રાજકોટ એરપોર્ટ પરથી દૈનિક ૯ સહિત ૧ર ફલાઇટ ઉડાન ભરી રહી છે. જેમાં દિલ્હી, મુંબઇ, બેંગ્લોર અને સુરતની ફલાઇટ દૈનિક છે. જયારે ગોવા અને પુણેની ફલાઇટ અઠવાડીયામાં ૩ દિવસ તો અમદાવાદની ૧પ.પ૦ વાગ્યાની ફલાઇટ અઠવાડીયામાં ૬ દિવસ ઉડાન ભરી રહી છ.ે જયારે આગામી વિન્ટર શેડયુલ ર૭ ઓકટોબરથી ર૯ માર્ચ દરમિયાન ૧૬ ફલાઇટ ઉડાન ભરવાની છે. જેમાં ૧૬ માંથી ૧૩ ફલાઇટ દૈનિક ઉડાન ભરશે તો પુણેની ૧૭.૦પ વાગ્યાની ફલાઇટ સોમવાર, મંગળવાર અને રવિવારે, દિલ્હીની ર૦.૦૦ વાગ્યાની ફલાઇટ મંગળવાર, ગુરૂવાર અને શનિવાર તો દિલ્હીની જ ર૦.૩૦ વાગ્યાની ફલાઇટ સોમવાર, બુધવાર, શુક્રવાર ઉડયન કરે છે.એક ચાર્ટર સુરત સુધી ઉડાન ભરી રહ્યું છે. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી હાલ ઇન્ડિગો અને એર ઇન્ડિયાની ફલાઇટ ઉડાન ભરી રહી છે. જેમાં ઇન્ડિગોની ૯ અને એર ઇન્ડિયાની ૩ ફલાઇટ મુંબઇ, દિલ્હી, ગોવા, અમદાવાદ, બેંગ્લોર અને પુણે તો એક ચાર્ટર સુરત સુધી ઉડાન ભરી રહ્યું છે. ત્યારે એર ઇન્ડિયા દ્વારા છેલ્લા ઘણા સમયથી બંધ દિલ્હીની સવારની ફલાઇટ ફરી શરૂ કરવા માટેનું એલાન કર્યુ છે. આ ફલાઇટ આગામી ર૭ મી ઓકટોબરથી ઉડાન ભરશે.સવારે ૬.પપ વાગ્યે આ ફલાઇટ રાજકોટ આવશે અને ૭.૩પ વાગ્યે આ ફલાઇટ રાજકોટથી દિલ્હી જવા માટે રવાના થશે. (૯.ર૮)
ઓકટોબર-ર૦ર૪ થી માર્ચ ર૦રપ સુધીનું શેડયુલ જાહેર
• AI 4023/4024 રાજકોટ-દિલ્હી, સમય : સવારે ૬.૫૫- ૭.૩૫
• AI 659/688 રાજકોટ-મુંબઈ, સમયઃ સવારે ૭.૫૫-૮.૪૦
• 6E 6467/6092 રાજકોટ-હૈદરાબાદ, સમયઃ સવારે ૮.૨૦-૮.૫૦
• 6E 6133/6132 રાજકોટ-મુંબઈ, સમયઃ સવારે ૮.૩૫-૯.૦૫
6E 5321/6259 રાજકોટ-મુંબઈ, સમયઃ સવારે ૧૧.૪૦-૧૨.૧૦
• 6E 0154/0155 રાજકોટ-ગોવા, સમયઃ બપોરે ૧૨.૪૦-૧૩.૧૦
• 6E 6507/6508 રાજકોટ-બેંગલોર, બપોરે ૧૪.૪૫-૧૫.૨૫
• 6E 0135/6561 રાજકોટ-પુણે, સમયઃ બપોરે ૧૫.૪૫-૧૭.૦૫
- S5 406/407 રાજકોટ-અમદાવાદ-વડોદરા, સમયઃ બપોરે ૧૬.૩૦-૧૭.૦૦
• AI 655/656 રાજકોટ-મુંબઈ, સમયઃ સાંજે ૧૭.૨૫-૧૮.૦૫
• 6E 2187/6279 રાજકોટ-દિલ્હી, સમયઃ સાંજે ૧૭.૩૦-૧૮.૦૦
6E 0274/0275 રાજકોટ-મુંબઈ, સમયઃ સાંજે ૧૮.૩૦-૧૯.૦૦
• S5 408/409 રાજકોટ-વડોદરા-અમદાવાદ, સમયઃ રાત્રે ૧૯.૧૦ ૧૯.૪૦
• AI 403/403 રાજકોટ-દિલ્હી, સમયઃ રાત્રે ૧૯.૨૦-૨૦.૦૦
• AI 403/404 રાજકોટ-દિલ્હી, સમયઃ રાત્રે ૧૯.૫૦-૨૦.૩૦
• VTVAK/VTDEV રાજકોટ-સુરત, સમયઃ રાત્રે ૧૫.૩૦-૧૬.૩૦
(3:06 PM IST)










