તા. ૧૦ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૯, રવિવાર
News of Wednesday, 31st July 2024
શહેરના ૩૨ સર્કલ આઇલેન્ડ જનભાગીદારીથી ડેવલોપ કરાશે
મનપાએ સર્કલ ડેવલોપીંગ માટે ટેન્ડર પ્રસિધ્ધ કર્યાઃ ઇચ્છુક સંસ્થાઓએ તા. ૧૬ સુધીમાં ફોર્મ ભરી મોકલવા

રાજકોટ તા. ૩૧: મહાનગરાપાલિકા દ્વારા શહેરના મુખ્યમાર્ગો પર આવતા સર્કલોને વિવિધ પ્રકારના સંદેશો આપતા સ્લોગનો તેમજ અવનવી ડિઝાઈનો વાળા બનાવવા માટે જનભાગીદારીથી ડેવલોપ કરવાની યોજના અમલમાં મુકી છે. જે અંતર્ગત વધુ ૩૨ સર્કલ જનભાગીદારીથી ડેવલોપ કરવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
મહાનગરપાલિકા દ્વારા ૩૨ સર્કલને જનભાગીદારીથી ડેવલોપ કરવા માટે ટેન્ડર ઙ્કસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ શહેરના ઈસ્ટ, સેન્ટ્રલ તથા વેસ્ટ ઝોનમાં ૧)ડીલકસ ચોક, કુવાડવા રોડ-૦૧ આઈલેન્ડ(૨)મોરબી રોડ જકાતનાકા, મોરબી રોડ-૦૧ આઈલેન્ડ (૩)પારેવડી ચોક, કુવાડવા રોડ-૦૧ આઈલેન્ડ (૪)ચૌધરી હાઈસ્કુલ ચોક, કસ્તુરબા રોડ-૦૨ આઈલેન્ડ (૫)ગોંડલ ચોકડી, ગોંડલ રોડ-૦૧ આઈલેન્ડ(૬)સુર્યમુખી હનુમાનજી મંદિર પાસે,નાના મવા રોડ- ૦૧ આઈલેન્ડ (૭) કોલસાવાડી સર્કલ, ગેબનશાહ પીર રોડ- ૦૩ આઈલેન્ડ (૦૮)માલવીયા ચોક, યાગ્નિક રોડ- ૦૪ આઈલેન્ડ (૦૯)ભકિતનગર સ્ટેશન ચોક, ટાગોર રોડ- ૦૪ આઈલેન્ડ (૧૦) ધર્મજીવન ચોક, ઢેબર રોડ-૦૧ આઈલેન્ડ (૧૧)મુંજકા ચોકડી, નવો ૧૫૦ ફૂટ રીંગ રોડ- ૦૨ આઈલેન્ડ (૧૨)બાપા સીતારામ ચોક, મવડી રોડ- ૦૪ આઈલેન્ડ(૧૩)ગોલ નેસ્ટ એપાર્ટમેન્ટ પાસે, મવડી પોલીસ હેડ કવાટર્સ રોડ- ૦૧ આઈલેન્ડ (૧૪) ઇન્દ્રપ્રસ્થનગર મેઈન રોડ, રેલ્વે ટ્રેકની બંને તરફ,૧-૧ એમ કુલ- ૦૨ આઈલેન્ડ એ રીટેન્ડર જ્યારે (૧૫)આકાશવાણી ચોક, યુનિવર્સીટી રોડ -૦૫ આઈલેન્ડ પ્રથમ પ્રયત્ન એમ કુલ ૩૨ આઈલેન્ડ જનભાગીદારીનાં ધોરણે ડેવલપ કરવા તથા ૫ વર્ષ માટેના સહિતના રાઈટસ મેળવવા ઈચ્છુક સંસ્થા/પેઢીઓએ વાર્ષિક પ્રિમિયમ આધારિત તેઓની ઓફર સીલ બંધ કવરમાં પોસ્ટ/રજી.એડી/કુરીયરથી
કોઇપણ સંજોગોમાં આઈલેન્ડ ડેવલોપમેન્ટ અન્વયેની રૂબરૂ ઓફર સ્વીકારવામાં આવશે નહી. સદરહું ઓફર સાથે એજન્સીએ ટેન્ડર ફી પેટે રકમ રૂ.૩૦૦૦/અર્નેસ્ટમની ડીપોઝીટ પેટે રૂ.૫,૦૦૦ તા. ૧૬ ઓગસ્ટ સુધી રાજકોટ મહાનગરપાલિકાનાં નામનો ડીમાન્ડ ડ્રાફ્ટ રજુ કરવાનો રહેશે. આઈલેન્ડની યાદી, ઓફર ફોર્મ તેમજ વિશેષ માહિતી માટે રાજકોટ મહાનગરપાલિકાની ટ્રાફીક એન્ડ ટ્રાન્સપોર્ટ શાખા, મલ્ટી એકટીવીટી સેન્ટર, ત્રીજો માળ, નાનામવા ચોકડી, ૧૫૦થ ફૂટ રીંગ રોડ, રાજકોટ - ૩૬૦૦૦૫ ખાતે સાંજના ૬.૦૦ કલાક સુધીમાં મોકલી આપવાની રહેશે.
(4:18 PM IST)










