News of Friday, 2nd August 2024
નવી જંત્રી પહેલા રાજકોટ શહેર-જીલ્લામાં ફલેટ-મકાન-પ્લોટ-જમીનની ખરીદીમાં તેજીનું વાવાઝોડૂઃ ૧૪૭૯પ દસ્તાવેજો નોંધાયા
સૌથી વધુ રાજકોટ-ર મોરબી રોડ પર ૧૮૪૮ તો સૌથી ઓછા વીંછીયા ઝોનમાં ૧૦૧ દસ્તાવેજો નોંધણી : સરકારને રજીસ્ટ્રેશન તથા સ્ટેમ્પ ડયુટીની ૮૮ કરોડની આવક

રાજકોટ તા. ર :.. રાજય સરકાર નવી જંત્રી અમલમાં લઇ આવે તે પહેલા ફલેટ-જમીન-મકાન-પ્લોટની ખરીદી-વેચાણમાં તેજીનું વાવાઝોડૂ યથાવત રહ્યું છે, સબ રજીસ્ટ્રાર કચેરીના અધિકારી સુત્રોના ઉમેર્યા પ્રમાણે ગત જૂલાઇ-ર૦ર૪ માં રાજકોટના ૮ સહિત જીલ્લાના કુલ ૧૮ ઝોન વિસ્તારમાં ૧૪૭૯પ દસ્તાવેજો નોંધાયાનું અને સરકારને રજીસ્ટ્રેશન ફીની ૧ર કરોડ ૩૭ લાખ તો વપરાયેલ સ્ટેમ્પ ડયુટીની ફીની ૭૬ કરોડ ૧પ લાખ સહિત કુલ ૮૮ કરોડ પર લાખની તોતીંગ આવક થઇ છે.
સૌથી વધુ દસ્તાવેજો રાજકોટ-ર મોરબી રોડ ઉપર ૧૮૪૮ તો સૌથી ઓછા વીંછીયા ઝોનમાં ૧૦૧ નોંધાયા છે, જો કે ઘણા મહિના બાદ વીંછીયા ઝોન ડબલ ડીજીટમાંથી બહાર આવ્યું છે, અને ૧૦૦નો આંકવટાળ્યો છે.
શહેર-જીલ્લાની અન્ય સબ રજીસ્ટ્રાર કચેરીની વિગતો મુજબ પડધરી-૩૧૧, જામકંડોરણા-૧૧૮, રાજકોટ-પ, મોટામવા-૮૩૧, રાજકોટ-૬ મવડી ઝોનમાં ૧૪પર, રાજકોટ-૭ કોઠારીયા ૧૧૮૩, રાજકોટ-૮ રૂરલ-૮૮ર, લોધીકા-૮૭પ, કોટડા સાંગાણી-પપર, રાજકોટ-૪ રૈયા-૧૦૭૭, રાજકોટ-૩ રતનપર-૧૧૪પ, રાજકોટ-૧-૯૮૧, જેતપુર-૭૩૦, ઉપલેટા-૪પર, ધોરાજી-૩૩૯, ગોંડલ-૧૩૮૬, તથા જસદણ-પ૩ર દસ્તાવેજો નોંધાયા હોવાનું જાહેર થયું છે.
(11:02 AM IST)










