News of Friday, 2nd August 2024
રાજકોટ શહેર - જિલ્લાના ૧૮ પીએસઆઇને પોલીસ ઇન્સ્પેકટર તરીકે બઢતી અપાઇ
ક્રાઇમ બ્રાંચના ડી.સી.સાકરીયા, મેટોડાના કુલદીપસિંહ, શાપર-વેરાવળના આર.કે.ગોહિલ, રૂરલ એલસીબીના બડવા, મહિપાલસિંહ ઝાલા સહિતનો સમાવેશ

રાજકોટ તા. ૨ : રાજ્યના પોલીસવડા વિકાસ સહાય દ્વારા રાજકોટ શહેર તથા જિલ્લાના ૧૮ પીએસઆઈને પીઆઈનું પ્રમોશન આપવાનો હુકમ કરતાં પ્રમોશન મેળવનારા અધિકારીઓમાં ખુશીની લહેરખી ફેલાઈ હતી.
પ્રમોશનની આ યાદીમાં રાજકોટ શહેર-ગ્રામ્યના ૧૮ પીએસઆઈ સામેલ છે જેમાં રાજકોટ ક્રાઈમ ફરજ બજાવતાં ડી.સી.સાકરિયા ઉપરાંત રાજકોટ ગ્રામ્યના મહિપાલસિંહ હરદેવસિંહ ઝાલા, રાજકોટ શહેરના પ્રવિણભાઇ લક્ષ્મણભાઇ ધામા, ગ્રામ્યના મેટોડા જીઆઇડીસીના પીએસઆઇ કુલદીપસિંહ અજીતસિંહ ગોહિલ, શહેરના અમરદીપસિંહ જયેન્દ્રસિંહ પરમાર, ગ્રામ્યના શાપર-વેરાવળના પી.એસ.આઇ. રાજદીપસિંહ ખુમાનસિંહ ગોહિલ, ગ્રામ્યના વલ્લભભાઈ પાલાભાઈ કનારા, શહેરના ભૂપેન્દ્રસિંહ ઝાલા, ગ્રામ્યના પેરોલ ફર્લો સ્કવોડના પી.એસ.આઇ. સિદ્ધરાજસિંહ જયદેવસિંહ રાણા, ગ્રામ્યના સંદીપકુમાર મણીલાલ રાદડિયા, રૂરલ એલસીબી પીએસઆઈ ડી.જી.બડવા, ગ્રામ્યના જયદીપસિંહ મહેન્દ્રસિંહ ઝાલા, ગ્રામ્યના રમેશભાઈ હિરાભાઈ જારીયા, શહેરના અફરોજબાનુ અબ્દુલરઝાકભાઈ ખોખર, શહેરના ફરીદાબેન હસમુખભાઈ શંકરભાઈ ધાંધલિયા અને ગ્રામ્યના વિપુલકુમાર કેશવજીલાલ કોઠિયાનો સમાવેશ થાય છે.
(11:40 AM IST)










