<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd August 2024

રાજકોટ લોકમેળો : કાલથી સ્‍ટોલના ડ્રો અને હરરાજીની કાર્યવાહી

રાજકોટ, તા. ર : રાજકોટ, તા. ૧ ઓગસ્‍ટ - રાજકોટ શહેરમાં રેસકોર્ષ મેદાન ખાતે લોકમેળા સમિતિ દ્વારા તા. ૨૪ ઓગસ્‍ટથી ૨૮ ઓગસ્‍ટ સુધી શ્રીકળષ્‍ણ જન્‍માષ્ટમીની ઉજવણી અર્થે લોકમેળાનું આયોજન કરવામાં આવ્‍યું છે. જે અન્‍વયે વિવિધ પ્‍લોટ અને સ્‍ટોલની હરાજી અને ડ્રો કાલે  શનિવારે કરવામાં આવશે.

કેટેગરી-બી, રમકડા, કેટેગરી-સી ખાણીપીણી, કેટેગરી-જે મધ્‍યમ ચકરડી અને કેટેગરી-કે નાના ચકરડીનો ડ્રો સવારે ૧૧ કલાકે કરવામાં આવશે તેમજ કેટેગરી-એ ખાણીપીણી, કેટેગરી-બી-વન, કોર્નર ખાણીપીણી, કેટેગરી-એકસ આઇસ્‍ક્રીમ, કેટેગરી-જી, ટી કોર્નર, કેટેગરી-ઇ યાંત્રિક, કેટેગરી-એફ, યાંત્રિક, કેટેગરી-જી યાંત્રિક અને કેટેગરી-એચ યાંત્રિકની હરાજી બપોરે ૧ર-૩૦ કલાકે યોજાશે. આ હરાજી અને ડ્રો નાયબ કલેકટર કચેરી, પ્રાંત રાજકોટ શહેર-૧, જુની કલેકટર કચેરીના કમ્‍પાઉન્‍ડ, મીટીંગ રૂમ ખાતે યોજાશે.

(2:44 PM IST)