News of Friday, 2nd August 2024
મનપાના ૬ કર્મચારીઓ નિવૃતઃ વિદાયમાન

રાજકોટ મહાનગરપાલિકામાં જુલાઈ-૨૦૨૪માં નિવૃત થયેલ છ અધિકારી, કર્મચારીઓને મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ દ્વારા મોમેન્ટો અને શુભેચ્છા પત્ર આપીᅠવિદાયમાન આપવામાં આવ્યું હતું. વહીવટી તંત્રના હાથ-પગ સમા અધિકારીઓ અને કર્મચારીઓનેᅠનિવૃત્તિના દિવસે જ પી.એફ. તેમજ જમા થયેલી હક્ક રજાનું રોકડમાં રૂપાંતર જેવા લાભો મળી જાય તે કમિશનરશ્રી દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે. નિવૃત્ત થયેલા અધિકારીઓ અને કર્મચારીઓમાં વેરા વસુલાત શાખાના સિનીયર ક્લાર્ક રાઠોડ યોગેશભાઈ, ટાઉન પ્લાનિંગ શાખાના એડી. આસી. એન્જી. સિવિલ અગ્રાવત દિલીપકુમાર, (સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના સફાઈ કર્મચારી વાઘેલા કાન્તાબેન, વાળા અમૃતલાલ, મકવાણા ભાનુબેન અને ઝાલા નીમુબેન નિવૃત થયેલ છે. નિવૃત્તિ વિદાય સન્માન સમારોહમાં મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ, નાયબ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે તથા સંબંધિત શાખાધિકારીઓના વરદ હસ્તે કર્મચારીઓને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં તેમજ કર્મચારીઓના પી.એફ. અને હક્ક રજાના રોકડમાં રૂપાંતર અંગેના ચુકવણીના હુકમો તથા પી.પી.ઓ. બુકની નકલ પણ આપવામાં આવેલ હતી.
(2:53 PM IST)










