News of Friday, 2nd August 2024
નવા થોરાળામાં મહિલાનો પીછો કરી પજવણીઃ પોલીસે ગુનો નોંધ્યો
‘તારો પતિ તેના મિત્ર સાથે રખડે છે સમજાવી દેજે નહીંતર મજા નહીં આવે' ધમકી દીધી

રાજકોટ તા. રઃ શહેરના નવા થોરાળા વિસ્તારમાં રહેતી મહિલાનો પીછો કરી પજવણી કરનારા શખ્સ સામે ફરિયાદ થઇ છે. મળતી વિગત મુજબ નવા થોરાળા વિસ્તારમાં રહેતી મહિલાએ થોરાળા પોલીસ મથકમાં વણકરવાસમાં રહેતા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં પોતે પતિ અને એક પુત્રી સાથે રહે છે. બે દિવસ પહેલા પોતે શેરીમાં શાકભાજીની રેંકડીએ પુત્રીને સાથે લઇને શાકભાજી લેવા માટે ગઇ હતી ત્યારે વણકરવાસમાં રહેતો શખ્સ બાઇક લઇને પોતાની પાછળ આવીને કહેલ કે ‘તારા પતિના મિત્ર સાથે મારે અગાઉ માથાકુટ થઇ હોઇ તેમ છતાં તારો પતિ તેના મિત્ર સાથે રખડે છે જેથી તું તારા પતિને સમજાવી દેવે નહીંતર મજા નહીં આવે' તેમ કહેતા પોતે તેને ‘તમે મને શું કામ આમ કહો છો' કહેતા તે ઉશ્કેરાઇ ગયો હતો અને પોતાને ગાળો આપી જતો રહ્યો હતો. પોતે પોતાના ઘરેથી કામ અર્થે ઘરની બહાર નીકળે ત્યારે આ શખ્સ અવાર નવાર પોતાની પાછળ પાછળ આવીને પીછો કરતો અને પોતાની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરી હેરાન કરતો હોઇ જેથી પોતે પતિને વાત કરતા બંને થોરાળા પોલીસમાં જાણ કરતા પોલીસે મહિલાની ફરિયાદ દાખલ કરી હેડ કોન્સ. એન. એસ. ડામોર તપાસ હાથ ધરી છે.
(3:26 PM IST)










