News of Friday, 2nd August 2024
બાન લેબ્સ પરિવારના પૂ.લાભુબાને વિવિધ ક્ષેત્રના આગેવાનો દ્વારા શ્રધ્ધાંજલી અર્પણ
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નીતિનભાઈ પટેલ, મંત્રી ભાનુબેન બાબરીયા, દેશ-વિદેશના બિઝનેસમેનએ મૌલેશભાઈ ઉકાણી પરિવારને ટેલીફોનિક શ્રદ્ધાંજલિ પાઠવીઃ વજુભાઇ વાળા, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ઉદય કાનગડ, રમેશ ટીલાળા, ડો.દર્શિતાબેન શાહ સહિતના આગેવાનોની હાજરી

રાજકોટઃ બાન લેબ્સ પરિવારના ધર્માનુરાગી પૂ.લાભુબાનું દુઃખદ નિધન થયું છે. સદગતની પ્રાર્થનાસભામાં બાન લેબ્સ પરિવારના સર્વશ્રી મૌલેશભાઇ ઉકાણી, સોનલબેન, અમિતાબેન, લવ, રીશા, જય, હેમાંશી, રાધા, રીશી, વિધિઘ ડો.કિર્તીભાઇ પટેલ, ઉષાબેન પટેલ, કિર્તીભાઇ વાછાણી, માધુરીબેન વિઠ્ઠલભાઇ ઉકાણી, પ્રભાબેન ગિરધરભાઇ, સુધાબેન જમનાદાસભાઇ, નંદુબેન, રાજભાઇ, દેવાંશીબેન, રાધિકાબેન અને વિવેકાભાઇ સહિત ઉકાણી પરિવારના સભ્યોને વિવિધ ક્ષેત્રના આગેવાનો દ્વારા શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.
મોઢે બોલું ‘માં', સાચેય નાનક સાંભરે; પછી મોટપની મજા, મને કડવી લાગે કાગડા ! કાગ બાપુના આ શબ્દો માતાના પ્રેમના પર્યાય છે. મા એ તો મા છે..બધાને ત્યાં વિરમવું પડે છે,રડવું હોય તો ખભો કોઈનોય મળે ન મળે,પણ ખોળો તો મલકમાં ‘મા'નો જ મળે આવી જ શાબ્દિક શ્રદ્ધાંજલિ સાથે ઉકાણી પરિવાર, સ્વજનો, મિત્રો, રાજકીય મહાનુભાવો તેમજ જાહેર જીવનના અગ્રણીઓએ ‘લાભુ બા'ના સંસ્મરણોને વાગોળી તેમના જીવન પરથી પ્રેરણા લીધી હતી. વૈષ્ણવચાર્ય મહોદય વ્રજરાજ કુમાર આ શ્રદ્ધાંજલિ સભામાં છેક સુધી હાજરી આપી અને લાભુબાના ગુણોને વાગોળી ભાવાંજલિ અર્પણ કરી હતી અને આશીર્વાદ આપ્યા હતા.
વિશ્વવિખ્યાત બાન લેબ પરિવારના વડલાના છાયા, વાત્સલ્યમૂર્તિ લાભુબેન ડાયાભાઈ ઉકાણી છે ડોક્ટર ડાયાભાઈ ઉકાણીના ધર્મ પત્ની અને ડોક્ટર નટુભાઈ તેમજ વિરાટ વ્યક્તિત્વ ધરાવતા મૌલેશભાઈ ઉકાણીના માતૃશ્રી લાભુબેન ઉકાણી ઉંમર વર્ષ ૮૯ વૈકુંઠવાસી થતા તેમને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે ગઈકાલે ગુરુવારે હેમુ ગઢવી હોલ ખાતે પ્રાર્થના સભા તેમજ બેસણું રાખેલ હતું. જેમાં કર્ણાટકના પૂર્વ રાજયપાલ વજુભાઈ વાળા, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જયારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ,કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ તેમજ દેશ-વિદેશના ઉદ્યોગ જગતના માંધાતાઓ, ધર્મગુરુઓ તેમજ આઈએએસ અને આઇપીએસ અધિકારીઓએ મૌલેશભાઈ ઉકાણીને ટેલીફોનિક દિલસોજી પાઠવ્યો હતો. બાન લેબના સેવાભાવી ઉદ્યોગપતિ અને સીદસર ઉમાધામના ચેરમેન તથા દ્વારકાધીશ મંદિર દ્વારકાના ટ્રસ્ટી મૌલેશભાઈ ઉકાણી સાથે ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ટેલીફોનિક વાતચીત કરી મૌલેશભાઈ તેમજ તેમના પરિવારજનોને આ દુઃખની ઘડીમાં હિંમત રાખવા માટે અને સદગત લાભુબાને પરમાત્મા શાંતિ આપે એવી પ્રાર્થના સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. રાજયના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા ઉપરાંત રાજય સરકારના અન્ય મંત્રીઓ દ્વારા ટેલીફોનિક શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી હતી.
ગઈકાલે હેમુ ગઢવી હોલ ખાતે યોજાયેલ શ્રદ્ધાંજલિ સભામાં આખો હોલ ભરચકક થઈ ગયો હતો. ધારાસભ્ય ઉદય કાનગડ, ડોક્ટર દર્શિતા શાહ, રમેશ ટીલાળા, મહેન્દ્ર પાડલીયા, ભાજપ પ્રદેશ અગ્રણી અને ધારાસભ્ય જયેશ રાદડિયા, રાજકોટની શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર,રા.લો. સંઘના ચેરમેન અને અકિલા પરિવારના નરેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપ તથા અન્ય પક્ષોના હોદ્દેદારો, નગરસેવકો, રાજકોટ ઉદ્યોગજગતની હસ્તીઓ, ઉમિયા ટ્રસ્ટ ઊંઝાના હોદ્દેદારો, જુનાગઢ ઉમિયાધામ, ગાંઠિલા, વાંઢાઈ, સિદસર ઉમિયાધામ, તેમજ અન્ય વિવિધ પાટીદાર તથા શહેરની વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ, દરેક સમાજ અને જ્ઞાતિ નાં અગ્રણીઓ, પાટીદાર સંગઠનના હોદ્દેદારો, ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના તબીબો તેમજ શહેરના નામાંકિત ડોક્ટરો,એડવોકેટ, બિલ્ડરો,આર્કિટેક્ટ સહિત અગ્રણીઓ પ્રાર્થના સભામાં હાજર રહી લાભુબાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
જયારે ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ મોલેશભાઈ ને રૂબરૂ ઘરે મળી આ દુઃખની ઘડીમાં હૂંફ આપી ભાવાંજલિ અર્પણ કરી હતી. પૂજય લાભુબાના નિધનથી બાન પરિવારના ડોક્ટર ડાયાભાઈ પટેલ, મૌલેશ ભાઈ ઉકાણી, ડોક્ટર નટુભાઈ, સોનલબેન ,અમિતાબેન, શીતલબેન, લલીતભાઈ ,ઉષાબેન, ડોક્ટર કિર્તીભાઈ, માધુરીબેન તેમજ સમગ્ર પરિવાર માટે માતૃ વિયોગની આ ઘડી કપરી છે. માતૃત્વ એ ઈશ્વરનો પર્યાય છે અને જે સજીવન રહી પરિવાર પર હંમેશા આશીર્વાદ વરસાવે તેવી શ્રદ્ધાંજલિ ઉકાણી પરિવારને પાઠવવામાં આવી રહી છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા) (
(3:28 PM IST)










