<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd August 2024

મેયર નયનાબેન પેઢડીયાના બ્રાઝીલ પ્રવાસની આરટીઆઇઃ ખળભળાટ

જૂન માસમાં યોજાયેલ કોન્‍ફરન્‍સનો ખર્ચ, આ સેમિનારથી શહેરને શું ફાયદો સહિતના પ્રશ્‍નો એક જાગૃત નાગરીક દ્વારા પુછાયાઃ પદાધિકારીઓ મુંઝવણમાં: કોર્પોરેશનનાં ઇતિહાસમાં આવી માહિતી પ્રથમ વખત માંગવામાં આવી

રાજકોટ,તા. ૨: શહેરના પ્રથમ નાગરીક નયનાબેન દ્વારા જૂન મહિનામાં બ્રાઝીલ પ્રવાસ કરવામાં આવ્‍યો હતો જેમાં તેમણે શહેરને વધુ સુવિધાયુકત બનાવવાના એશીયન કક્ષાના સેમીનારમાં ભાગ લીધો હતો. જો કે મેયરનો પ્રવાસ હવે વિવાદમાં સપડાયો છે.

શહેરના એક જાગૃત નાગરીક દ્વારા મેયર નયનાબેન પેઢડીયાના બ્રાઝીલ પ્રવાસ અંગે આરટીઆઇ દ્વારા માહિતી માંગતા રાજકીય તેમજ મનપા લોબીમાં ખળભળાટ મચી ગયો છે. ભૂતકાળમાં પણ હોદાની રૂએ પૂર્વ મેયરો દ્વારા ઇકલી સાઉથ એશીયા રીઝીયન એકસીક્‍યુટીવ કમીટીના સભ્‍ય તરીકે ભાગ લઇ ચૂકયા છે. ત્‍યારે મનપાના ઇતિહાસમાં મેયરના પ્રવાસ અંગે આરટીઆઇથી અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.

આરટીઆઇમાં માંગવામાં આવેલ માહિતી મુજબ બ્રાઝીલના સાઓપાવલો ખાતેની બેઠકમાં મેયરના પ્રવાસ ખર્ચ, સેમીનારથી શહેરને થયેલ ફાયદો, સાથે ગયેલ અધિકારી અંગે જાગૃત નાગરીકે પ્રશ્‍નો પુછ્‍યા છે.

(3:28 PM IST)