<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd August 2024

રવિવારે ફ્રેન્‍ડશીપ-ડેઃ જોહર કાર્ડસમાં બેલ્‍ટ અને કાર્ડનો ખજાનો

લેધર, મેગ્નેટવાળા, ક્રિસ્‍ટલના બેલ્‍ટ, માય ડીયર ફ્રેન્‍ડ, સુપર ફ્રેન્‍ડ જેવ લખાણવાળા બેલ્‍ટ ઉપલબ્‍ધ

રાજકોટઃ આગામી રવિવાર તા.૪ ઓગસ્‍ટે ફ્રેન્‍ડશિપ ડે છે. મિત્રતાને કોઈ ઉંમર હોતી નથી, મિત્રતા ગમે ત્‍યારે, ગમે તેની સાથે નાત, જાતના ભેદભાવ વગર બંધાઈ જતી હોય છે. ફ્રેન્‍ડશિપ ડે ને ઉજવવા યુવાધન ઘેલું બન્‍યું છે, ફ્રેન્‍ડશિપ ડે ઉજવવા યુવાનો રાજકોટમાં ડો. યાજ્ઞિક રોડ ખાતે આવેલ જોહર કાર્ડસવાળા યુસુફઅલી તથા હસનેનભાઈ તેમજ કાલાવડ રોડ, પ્રેમ મંદિર રોડ, ગાર્ડન સામે આવેલ જોહર ગેલેરી વાળા જોહરભાઈએ ફ્રેન્‍ડશિપ ડેના કાર્ડસ અને ગીફટ આવી ગયેલ છે તેમજ ફ્રેન્‍ડશિપ બેલ્‍ટ ઘણા જ પ્રકારના આવેલ છે. જેમાં આ વખતે કપલ બેલ્‍ટ ઘણી પ્રકારના બેલ્‍ટ આવેલા છે જેમાં મેગ્નેટવાળા બેલ્‍ટ, અલગ અલગ લેધરમાં બેલ્‍ટ, ક્રીસ્‍ટલના બેલ્‍ટ, ફ્રેન્‍ડ લખેલ બેલ્‍ટ, સાટીનની પટ્ટીમાં ફ્રેન્‍ડ, ફ્રેન્‍ડ લખેલ બ્રોકન હાર્ટવાળા બેલ્‍ટ, લોકેટ, કીચેન, બ્રેસલેટ ટાઈપના ફેન્‍સી બેલ્‍ટ, માય ડીયર ફ્રેન્‍ડ, સુપર ફ્રેન્‍ડ, ગ્રેટ ફ્રેન્‍ડ વિ. લખાણવાળા બેલ્‍ટ, હાથ ની આંગળીમા પહેરવાની ઘડિયાળ તે સિવાય ઘણી ફ્રેન્‍ડશિપ બેલ્‍ટમાં વેરાયટીઓ આવેલ છે, આ સિવાય દોસ્‍તો માટે ચોકલેટ, ઘડિયાળ, કીચેન, ફોટો ફ્રેમ, વગેરે આપી શકાય છે.

(4:02 PM IST)