News of Friday, 2nd August 2024
સ્વતંત્રતા દિવસ તીથી પ્રમાણે ઉજવવા સર્વોત્તમ સેવા સંસ્થાન દ્વારા કાલે રાષ્ટ્રભક્તિ સાથે સંગીત સંધ્યા
વૈષ્ણવાચાર્ય શ્રી ગોપેશકુમારજી અને શ્રી પરાગકુમારજી વચનામૃત ફરમાવશે

રાજકોટ તા. ૨ : દેશનો સ્વતંત્રતા દિવસ ૧૫ મી ઓગષ્ટના ઉજવાતો હોય છે. પરંતુ તીથી મુજબ ઉજવવા રાજકોટના સર્વોત્તમ સેવા સંસ્થાન દ્વારા પહેલ કરવામાં આવી છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા સર્વોત્તમ સેવા સંસ્થાનના આગેવાનોએ જણાવ્યુ હતુ કે દેશના સ્વાતંત્ર્ય પર્વને તીથી મુજબ ઉજવવા કદાચ ગુજરાતમાં આ પ્રથમ આયોજન હશે. કાલે અષાઢ વદ-૧૪ સંવત ૨૦૮૦ તા. ૩ ના શનિવારે રાત્રે ૯ થી ૧૧ કે. જી. ધોળકીયા સ્કુલ ઓડીટોરીયમ, બાલાજી હોલ પાસે રાષ્ટ્રભક્તિ સાથે સંગીત સંધ્યાનો કાર્યક્રમ રાખેલ છે.
જેમાં નામાંકિત ગાયક અક્ષીત પટેલ અને તેમનું વૃંદ દેશભક્તિના ગીતો રેલાવશે. સાથે વૈષ્ણવાચાર્યો ગોસ્વામી શ્રી ગોપેશકુમારજી મહારાજ તથા ગોસ્વામી શ્રી પરાગકુમારજી મહોદય અધ્યક્ષ સ્થાને બીરાજી વચનામૃત ફરમાવશે.
રસ ધરાવતા સૌ કોઇને ઉપસ્થિત રહેવા જાહેર અનુરોધ કરાયો છે. કાર્યક્રમ પૂર્ણ થયે અલ્પાહારની વ્યવસ્થા પણ કરાઇ છે.સમગ્ર આયોજનને સફળ બનાવવા સર્વોત્તમ સેવા સંસ્થાનના સુરેશભાઇ કણસાગરા, કમલેશભાઇ અઘેરા, નયનભાઇ મકવાણા, ભવ્ય ઘેટીયા, રઘુરાજ સિસોસીદીયા, નીતિનભાઇ દેપાણી, મનસુખભાઇ સાપોવડીયા, પ્રકાશભાઇ મેંદપરા, રસીકભાઇ મેંદપરા, ભુપેન્દ્રભાઇ છાંટબાર, હરેન્દ્રભાઇ નથવાણી, અશોકભાઇ મકવાણા, પરેશભાઇ સીતાપરા તેમજ પદાધીકારીઓ અને દરેક શાખાના કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા મનસુખભાઇ સાપોવડીયા (મો.૯૯૭૮૨ ૬૯૯૯૯), નીતિનભાઇ દેપાણી (મો.૯૪૨૭૪ ૧૦૩૬૯), રઘુરાજ સિસોદીયા (મો.૯૩૭૬૯ ૪૭૧૩૧), વિમલભાઇ મકવાણા, પરેશભાઇ રાબડીયા, પ્રકાશભાઇ મેંદપરા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(4:02 PM IST)










