News of Friday, 2nd August 2024
સહકારનગર રોડ પર ગેરકાયદે બાંધકામોનું ડીમોલીશન
લાં...બા સમય બાદ મનપાનું બુલડોઝર ત્રાટક્યુ ચોમાસામાં કાર્યવાહી થતા અનેક તર્કવિતર્ક : ઘનશ્યામનગર વિસ્તારમાં મનપાના અનામત પ્લોટમાં ખડકાયેલ પાંચથી વધુ નવા ગેરકાયદે કાચા-બાંધકામો દુર કરી ૧૮ કરોડની જમીન ખુલ્લી

શહેરના વોર્ડ નં. ૧૭માં સહકારનગર રોડ પર આવેલ ઘ નશ્યામનગર વિસ્તારમાં આવેલ તંત્રના રિઝર્વેશન પ્લોટમાં ગેરકાયદે ખડકાયેલા નવા પાંચથી વધુ કાચા-પાકા બાંધકામોનું ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા ડિમોલીશન કરવામાં આવ્યું હતું તે વખતની તસ્વીર. (તસ્વીર : અશોક બગથરિયા)
રાજકોટ તા. ૨ : મનપાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા સેન્ટ્રલ ઝોનના વોર્ડ નં. ૧૭ સહકારનગર રોડ પર મનપાના પ્લોટમાં ખડકાયેલુ અંદાજે રૂા. ૫૦૦ ચો.મી. જમીનમાં થયેલ દબાણો દુર કરી અંદાજે રૂા. ૧૮ કરોડની જમીન ખુલ્લી કરવામાં આવી છે.
મ્યુનિસિપલ કમિશ્નર ડી.પી. દેસાઈની સૂચના અનુસાર નાયબ કમિશ્નર એચ.આર. પટેલ તથા એડી. સીટી એન્જીનીયર એ. એ. રાવલના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજ તા. ૨ના શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તાર પૈકી વોર્ડ નં.૧૭માં ઘનશ્યામ નગર વિસ્તારમાં ટી.પી. સ્કીમ નં.૫ (રાજકોટ), એફ.પી.નં. ૨૫૩ (એસ.ઈ.ડબ્લ્યુ.એસ.એચ.) હેતુના અનામત પ્લોટની કુલ જમીન ચો.મી. ૨૫,૧૫૯માં થયેલ ગેરકાયદેસર બાંધકામ પૈકી અંદાજે ૩,૫૦૦ ચો.મી. જમીનમાં તાજેતરમાં થયેલ ગેરકાયદેસર દબાણ ᅠદુર કરી, અંદાજે ૧૮ કરોડની કિંમતની જમીન ખુલ્લી કરાવવામાં આવેલ છે.
આ કામગીરીમાં ટાઉન પ્લાનીંગ શાખાના સેન્ટ્રલ ઝોનનો તમામ સ્ટાફ, બાંધકામ શાખા,ᅠજગ્યા રોકાણ શાખા, એ.એન.સી.ડી. વિભાગ તથા રોશની શાખાનો સ્ટાફ સ્થળ પર હાજર રહેલ તથા આ કામગીરી દરમ્યાન સ્થાનિકે કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વિજિલન્સ શાખાનો સ્ટાફ પણ સ્થળ ઉપર ઉપસ્થિત રહ્યા હતા.
(4:03 PM IST)










