News of Friday, 2nd August 2024
દૂધ સાગર રોડની ભગવતી સોસાયટીમાં મકાનમાં દરોડોઃ જૂગાર રમતાં ૮ પકડાયા
થોરાળા પોલીસની ટીમે ત્રાટકી ૧૪૮૬૦ની રોકડ કબ્જે કરીઃ જામનગર રોડ જુના જકાતનાકા પાસે વરલી રમતાં બેને ગાંધીગ્રામ પોલીસે પકડ્યા : જામનગર રોડ પર વરલીનો જુગાર રમતા બે ઝડપાયા

રાજકોટ તા. ૨: શહેરના દૂધસાગર રોડ પર આવેલી ભગવતી સોસાયટીમાં એક રહેણાંક મકાનમાં જૂગાર રમાતો હોવાની બાતમી પરથી થોરાળા પોલીસની ટીમે દરોડો પાડી મકાન માલિક સહિત ૮ને પકડી લીધા હતાં.
દારૂ જૂગારની પ્રવૃતિ અટકાવવા પીઆઇ જી. એન. વાઘેલાની રાહબરીમાં ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળતાં દૂધ સાગર રોડ પર ભગવતી સોસાયટી શેરી નં-૩માં મધર ટેરેસા આશ્રમ પાસે રહેતાં આસીફ અયુબભાઈ મલેકના ઘરમાં પોલીસ ત્રાટકી તેને તથા જૂગાર રમવા આવેલા મહંમદ અલ્લારખાભાઈ ગામેતી (રહે-જંગલેશ્વર, તવક્કલ ચોક), નાઝિર કાસમભાઈ શાહમદાર (રહે-પોપટપરા, કૃષ્ણનગર), ફારૂક અશિભાઈ અલુવસિયા (રહે-ભગવતી સોસાયટી), અજય બાબુભાઇ ડાભી (રહે-હુડકો ચોકડી), હુસેન ગફારભાઈ થઇમ (રહે-ગંજીવાળા શેરી નં-૧૪), ભાવેશ રમેશભાઈ પરમાર (રહે-કોઠારીયા રોડ, હરિઓમ સોસાયટી), અમજદ આદમભાઈ રાઉમા (રહે -શ્રમજીવી સોસાયટી)ને ઝડપી લઇ રોકડ કબ્જે કરી રૂપિયા ૧૪૮૬૦ની રોકડ કબ્જે કરી હતી.
જામનગર રોડ પર વરલીનો જુગાર રમતા બે ઝડપાયા
ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ બી. ટી. અકબરીની રાહબરીમાં ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે જામનગર રોડ પર જુના જકાતનાકા પાસે જાહેરમાં વરલી મટકાનો જુગાર રમતાં જીગ્નેશ મહેશભાઈ ડોડીયા (રહે. સંજયનગર-૧, જામનગર રોડ) તથા યોગેશ ઉર્ફે રાજુ ભીખુભાઇ સોલંકી (રહે. બજરંગવાડી સંસ્કારધામ સ્કૂલ પાછળ)ને પકડી લઇ રૂા. ૧૧,૩૧૦ની મતા અને વરલીનું સાહિત્ય કબ્જે લીધું હતું.
(4:10 PM IST)










