<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd August 2024

લોકમેળામાં લોકોએ ‘‘ચા'' ગોતવી પડે તેવી હાલ સ્‍થિતિઃ આઇસ્‍ક્રીમમાં પણ સ્‍ટોલ ધારકોને રસ નથી

રમકડામાં અધધધ ર૪૪ ફોર્મ આવ્‍યાઃ કાલે ડ્રોઃ યાંત્રિકમાં ૯૬ પાર્ટીને રસ ટી-કોર્નરમાં એક પણ ફોર્મ ભરાયું નથીઃ કુલ પરર ફોર્મ ભરાયા ગયા વખતે સરકારી સંસ્‍થા સરકારી કચેરીઓ-કોર્મશીયલ સહિત ૩૪૧ સ્‍ટોલ હતા આ વખતે ર૩પ સ્‍ટોલ રહેશે...

રાજકોટ તા. રઃ રાજકોટ કલેકટર તંત્રના અધીકારી સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ ગયા વખતે સંસ્‍થા-સરકારી કચેરીઓ અને કોર્મશીયલ મળી કુલ ૩૪૧ સ્‍ટોલ હતા, આ વખતે ૧૦પ સ્‍ટોલ સુરક્ષાની દૃષ્‍ટિએ ઘટાડવામાં આવતા હવે ર૩પ-ર૩૬ સ્‍ટોલ રહેશે. સહકારી-સરકારી સંસ્‍થાના રર સ્‍ટોલ યથાવત રખાયા છે. જો કે આ તમામ સરકારી-સહકારી સંસ્‍થાના સ્‍ટોલની સાઇઝમાં ઘટાડો કરી નખાયો છે.

દરમિયાન મળતી વિગતો મુજબ લોકમેળામાં ‘‘ચા'' કોફી-ગોતવા પડે તેવી સ્‍થિતિ હાલ સર્જાઇ છે, ટી-કોર્નર જાયન્‍ટ સ્‍ટોલનું એકપણ ફોર્મ ભરાયું નથી, તો આઇસ્‍ક્રીમમાં સ્‍ટોલ ધારકોને હાલ રસ ન હોય તેમ માત્ર ૧૦ ટકા સ્‍ટોલ જ ભરાયા છે, મેળામાં કુલ ૬૩૮ ફોર્મ ઉપડયા અને પરર સ્‍ટોલ ભરાયા છે, રમકડામાં અધધધ ર૪૪ ફોર્મ આવ્‍યા છે. કાલથી ડ્રો-હરરાજી થશે.

કઇ કેટેગરીમાં કેટલા ફોર્મ ભરાયા તે જોઇએ તો રમકડામાં-ર૪૪, ખાણીપીણીની -ર૧, ચકરડી મોટી-૪૩, ચકરડી નાની-પ૭, ખાણીપીણી મોટી-૪, બી-૧ કોર્નર સ્‍ટોલ-૪૭ તથા ૪ કેટેગરીની યાંત્રિક રાઇડોમાં ૯૬ અને આઇસ્‍ક્રીમ ચોકડામાં ૧૦ ફોર્મ ભરાયા છે.

(4:11 PM IST)