<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd August 2024

આખરે લોકમેળામાં સ્‍ટોલ ફાઇનલ થયાઃ ૧૦પનો ઘટાડોઃ હવે ર૩પ સ્‍ટોલ રહેશેઃ રમકડામાં મોટો કાપ

ઉદ્દઘાટનના દિવસે ર કલાકનો સાંસ્‍કૃતિક કાર્યક્રમઃ પાંચ નૃત્‍યો-રાસગરબા-સીદી ધમાલ મણીયારો-ડાયરો યોજાશે

રાજકોટ તા. રઃ રાજકોટ કલેકટરશ્રી પ્રભવ જોષીએ માર્ગ-મકાન દ્વારા લોકમેળાનો જે ફાઇનલ પ્‍લાન-નકશો અપાયો તે આજે ફાઇનલ કરી લેવાયો હતો, અને તેને મંજૂરીની મહોર મારતા સ્‍ટોલની સંખ્‍યા પણ ફાઇનલ થઇ ગઇ છે, અને તેના પરીણામે તે મુજબ કાર્યવાહી-હરરાજી-ડ્રો કાલથી થશે.

આ અંગે રાજકોટ કલેકટરશ્રી પ્રભવ જોષીએ ‘‘અકિલા'' સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવ્‍યું હતું. કે૩૦ ટકા મુજબ કૂલ ૧૦પ સ્‍ટોલનો ઘટાડો કરાયો છે, હવે રમકડા, ખાણીપીણી, આઇસ્‍ક્રીમ, અને યાંત્રિક રાઇડો મળી કુલ ર૩પ સ્‍ટોલ રહેશે, અને તે મુજબ કાર્યવાહી થશે.

શ્રી પ્રભવ જોષીએ ઉમેર્યું હતું કે, મોસ્‍ટલી રમકડાના સ્‍ટોલમાં ઘટાડો કરાયો છે, અન્‍ય યાંત્રિક-આઇસ્‍ક્રીમ ચોકઠામાં પણ કાપ મુકાયો છે.

લોકમેળા અંગે આજે સીટી પ્રાંત-૧ ડો. ચાંદની પરમાર, નાયબ મામલતદાર શ્રી વલીમભાઇ તથા અન્‍યો સાથે પણ કલેકટરે આ બાબતે વિસ્‍તૃત ચર્ચા કરી હતી.

દરમિયાન આગામી સોમવારે લોકમેળા અંગે મળનાર મીટીંગમાં ઉદ્દઘાટનના દિવસે ર કલાકના સાંસ્‍કૃતિક કાર્યક્રમો ફાઇનલ કરી લેવાશે. આ કાર્યક્રમમાં વિખ્‍યાત કલાકારોનો લોકડાયરો, પાંચ નૃત્‍યો, જેમાં ભાતીગળ મણીયારો, તલવાર રાસ, સીદી-ધમાલ નૃત્‍ય, રાસ ગરબા સહિતના કાર્યક્રમો ફાઇનલ થશે. આ ર કલાકના કાર્યક્રમ અંગે પ૦ થી ૬૦ હજારનું બજેટ ફાળવવામાં આવ્‍યું છે.

(4:12 PM IST)