News of Friday, 2nd August 2024
શાળાએ જવા માટે ઘરેથી નીકળ્યા બાદ ૧૪ વર્ષની સગીરા લાપતા : અપહરણનો ગુનો
સગીરાના દાદાએ ગાંધીગ્રામ પોલીસમાં ફરીયાદ નોંધાવી

રાજકોટ, તા.૨: જામનગર રોડ બજરંગવાડી વિસ્તારમાં રહેતી ૧૪ વર્ષની સગીરા શાળાએ ગયા બાદ પરત ન આવતા ગાંધીગ્રામ પોલીસમાં ફરીયાદ થઇ છે.
મળતી વિગત મુજબ બજરંગવાડી વિસ્તારમાં રહેતી ૧૪ વર્ષની બે દિવસ પહેલા શાળાએ જવા માટે ઘરેથી નીકળ્યા બાદ પરત ન આવતા તેના પરિવારજનોએ તેની શાળાએ જઇ તપાસ કરતા સગીરા શાળાએ ન આવી હોવાનું જાણવા મળતા પરિવારજનોએ સગીરાની સગાસંબંધી તેમજ ઘર આસપાસ તપાસ કરતા સગીરાનો કોઇ પતો ન લાગતા સગીરાના દાદાએ ગાંધીગ્રામ પોલીસમાં જાણ કરતા પોલીસે અજાણ્યા શખ્સ વિરૂધ્ધ અપહરણની કલમ હેઠળ ગુનો દાખલ કરી પી.એમ. પરમારે તપાસ હાથ ધરી છે.
(4:34 PM IST)










