<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd August 2024

ચટણી-બટેટાનો મસાલો-ભુંગળા-મેંદુવડા-દાળવડા અખાદ્યઃ ૩૭ કિલોનો નાશ

શહેરના કાલાવડ રોડ ઉપરના ખાણી-પીણીના ધંધાર્થીઓને ત્યાં ફુડશાખાની ઘોંસ : મનપા દ્વારા ૧ર વેપારીઓને લાઇસન્સ અંગે સુચનાઃ ચટણી-સાંભારના નમુના લેવાયા

રાજકોટ, તા., ૨ : મનપાની ફુડ શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારો કાલાવડ રોડના અલગ-અલગ ખાણી-પીણીના વેપારીઓને ત્યાં ચકાસણી કરી અખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવ્યો હતો. ઉપરાંત ચટણી અને સાંભારના નમુના લેવામાં આવ્યા હતા. સાથે જ ૧ર ધંધાર્થીઓને લાઇસન્સ અંગે સુચના આપવામાં આવી હતી.

મનપાની સતાવાર યાદી મુજબ  મહાનગરપાલિકા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન પ્રેમ મંદિર સામે, કાલાવડ રોડ, રાજકોટ મુકામે આવેલ બાલાજી છોલે રાઈસ કુલ્ચા ની તપાસ કરતા પેઢીના સ્થળ પર સંગ્રહ કરેલ વાસી અખાદ્ય ઘૂઘરા અને સમોસાની ચટણી મળી કુલ ૧૨ કિ.ગ્રા. સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા, હાઈજેનિક કન્ડિશન જાળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ.

ઉપરાંત સર્વેલન્સ ચેકિંગ દરમિયાન એ.જી. ચોક પાસે, ક્રિસ્ટલ સ્કૂલ પાસે, કાલાવડ રોડ, રાજકોટ મુકામે  આવેલ હરિકૃષ્ણ દાળ પકવાન ની તપાસ કરતા પેઢીના સ્થળ પર સંગ્રહ કરેલ વાસી અખાદ્ય ભૂંગળા બટેટાનો મસાલો-૫ કિ.ગ્રા., ભૂંગળા -૨ કિ.ગ્રા.  અને ચટણી -૨ કિ.ગ્રા. નો મળી કુલ ૦૯ કિ.ગ્રા. સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા, હાઈજેનિક કન્ડિશન જાળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ.

 દરમિયાન પ્રેમ મંદિર સામે, કાલાવડ રોડ, રાજકોટ મુકામે આવેલ બાલાજી સાઉથ ઇન્ડિયનની તપાસ કરતા પેઢીના સ્થળ પર સંગ્રહ કરેલ વાસી અખાદ્ય મેંદુવડા, દાળવડા-૫ કિ.ગ્રા. અને ચટણી -૨ કિ.ગ્રા. નો મળી કુલ ૦૭ કિ.ગ્રા. સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા, હાઈજેનિક કન્ડિશન જાળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ.

 પ્રેમ મંદિર સામે, કાલાવડ રોડ, રાજકોટ મુકામે આવેલ હરસિદ્ધિ વડાપાઉં ની તપાસ કરતા પેઢીના સ્થળ પર સંગ્રહ કરેલ વાસી અખાદ્ય બટેટાનો મસાલો અને ચટણી મળી ને કુલ ૦૫ કિ.ગ્રા. સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા, હાઈજેનિક કન્ડિશન જાળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ.

 પ્રેમ મંદિર સામે, કાલાવડ રોડ, રાજકોટ મુકામે આવેલ શિવમ મદ્રાસ કાફેની તપાસ કરતા પેઢીના સ્થળ પર સંગ્રહ કરેલ વાસી અખાદ્ય મસાલો કુલ ૦૪ કિ.ગ્રા. સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ સાંભર નું સેમ્પલ લેવામાં આવેલ અને પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા, હાઈજેનિક કન્ડિશન જાળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ.

સર્વેલન્સ ચેકિંગ દરમિયાન પ્રેમ મંદિર સામે, કાલાવડ રોડ, રાજકોટ મુકામે આવેલ શિવ છોલે ભટુરે ની તપાસ કરવામાં આવી અને લાઈસન્સ બાબતે નોટીસ આપવામાં આવેલ સાથે  પ્રેમ મંદિર સામે, કાલાવડ રોડ, રાજકોટ મુકામે આવેલ શિવમ સાઉથ ઇન્ડિયન ની તપાસ કરતા પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા, હાઈજેનિક કન્ડિશન જાળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ.

ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન શહેરના ભગવતીપરા મેઇન રોડ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૨૦ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૧૨ ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઇવ કરવામાં આવેલ. તેમજ ખાધ્યચીજોના કુલ ૨૦ નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ.

જેમાં (૦૧) લેજન્ડ ઓફ પંજાબ (૦૨) મહાકાળી ફરસાણ (૦૩) સતગુરુ પ્રોવિઝન સ્ટોર  (૦૪)ક્રિષ્ના કોલ્ડ્રિંકસ  (૦૫) વિમલભાઈ પૂરી-શાક વાળા -(૦૬) શિવ લહેરી દાળપકવાન  (૦૭)જય ચામુંડા કૃપા - (૦૮) માતેશ્રી સુપર માર્કેટ  (૯) દર્શન દાળપકવાન  (૧૦) જામનગરના પ્રખ્યાત દાળપકવાન (૧૧) બરેલી પાન એન્ડ કોલ્ડ્રિંકસ  (૧૨) ગોષીયા કેટરસને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.

ચટણી-સાંભારના

નમુના લેવાયા

ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ હેઠળ કુલ ૦૨ નમૂના લેવામાં આવેલ. જેમાં શ્રી રામ ચટણી (૧ કિગ્રા પેકડ પાઉચ) હરિ કૃષ્ણ દાળપકવાન, શ્નીહરિ કૃષ્ણ, વૃંદાવન સોસાયટી શેરી નં ૪, બ્લોક નં ૨૦૬, કાલાવડ રોડ તથા સાંભાર (પ્રિપેર્ડ- લુઝ)ૅં સ્થળ- શિવમ મદ્રાસ કાફે, પ્રેમ મંદિર સામે, કાલાવડ રોડ ખાતેથી સેમ્પલ લઇ તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.

(4:36 PM IST)