News of Friday, 2nd August 2024
વિદેશી દારૂના ચાર દરોડાઃ ભંગડા ગામમાંથી રૂા. ૪૭ હજારના દારૂ સાથે પ્રદિપ ધાધલને ક્રાઇમ બ્રાંચે દબોચ્યો
પી.આઇ. એમ. આર. ગોંડલીયાની રાહબરી હેઠળ કામગીરીઃ હેડ કોન્સ. કિરતસિંહ ઝાલા, કોન્સ. નગીનભાઇ ડાંગર અને વાલજીભાઇ જાડાની બાતમીઃ ગાંધીગ્રામ અને યુનિવર્સિટી પોલીસે ત્રણને પકડયા

રાજકોટ તા. રઃ શહેરના અલગ અલગ વિસ્તારમાં પોલીસે વિદેશી દારૂના દરોડા પાડી ભંગડા ગામના પાટિયા પાસેથી ક્રાઇમ બ્રાન્ચે ૯૬ બોટલ દારૂ ઝડપી લઇ એક શખ્સની ધરપકડ કરી હતી, અન્ય દારૂના દરોડામાં શીતલ પાર્ક મેઈન રોડ પરથી ઍક્સેસ સ્કૂટરમાં દારૂની હેરફેર કરતા શખ્સને ૪૦ બોટલ દારૂ સાથે જયારે યુનિવર્સીટી રોડ પર પ્રેમ મંદિર પાસેથી દારૂની એક બોટલ સાથે અને સાધુવાસવાણી રોડ રાજનગર પાસેથી ઍક્સેસ સ્કૂટરમાં ડિલિવરી કરવા જતા ચાલકને આઠ બોટલ દારૂ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એમ.આર.ગોંડલિયાની રાહબરીમાં પીએસઆઇ એમ.જે.હુંણ સહિત સાથે સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે હેડ.કોન્સ. કિરતસિંહ ઝાલા, પો.કોન્સ.નગીનભાઈ ડાંગર અને વાલજીભાઇ જાડાને બાતમી મળી હતી કે, ભંગડા ગામના બસ સ્ટેન્ડ પાસે શખ્સ દારૂના જથ્થા સાથે બેઠો છે. જે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો પાડી બેઠેલા શખ્સોનું નામ પૂછતાં પોતાનું નામ પ્રદીપ બાબુભાઇ ધાધલ (રહે ભંગડા)નો હોવાનું જણાવતા પોલીસે તેની પાછળ બાંકડા નીચે રહેલા બોક્સની તલાસી લેતા તેમાંથી જુદી જુદી બ્રાન્ડની ઈંગ્લીસ દારૂની બોટલ નંગ ૯૦ કી,રૂ.૪૭,૭૦૦ની મળી આવતા દારૂ કબ્જે કરી શખ્સની ધરપકડ કરી હતી. પકડાયેલા પ્રદીપની પૂછપરછમાં દારૂનો જથ્થો પાળીયાદના ચોરવીરા ગામનો હરેશ શાંતુ જેબલીયા આપી ગયાનું કબૂલાત આપતા પોલીસે બંને સામે ગુનો નોંધી હરેશની શોધખોળ હાથ ધરી છે. પોલીસની વધુ તપાસમાં પ્રદીપ ધાધલ સામે ડીસીબી અને આટકોટ પોલીસમાં જુગારના બે ગુનાઓ પણ નોંધાયેલા હોવાનું ખુલ્યું હતું. આ કામગીરી પી.એસ.આઇ. એમ. જે. હુણ, એ.એસ.આઇ. વાલાભાઇ ડાભી, ઘનશ્યામભાઇ મેણીયા, હેડ કોન્સ. અમીતભાઇ અગ્રાવત, કિરતસિંહ ઝાલા, સંજયભાઇ રૂપાપરા, જનકભાઇ કુંગશીયા, કોન્સ. વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર અને પ્રદિપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.
શીતલ પાર્ક અને પ્રેમ મંદિર
પાસેથી બે પકડાયા
ગાંધીગ્રામ પોલીસ પી.એસ.આઇ. એસ. એલ. ગોહિલ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે શીતલ પાર્ક મેઈન રોડ પરથી પસાર થતા જીજે-૦૩-એલએચ-૭૧૯૪ નંબરના શંકાસ્પદ એક્સેસના ચાલકને રોકી ડિક્કીની તલાસી લેતા તેમાંથી દારૂના ૪૦ નંગ ચપલા મળી આવતા દારૂનો જથ્થો અને સ્કૂટર મળી કુલ રૂ. ૩૪,૪૦૦નો મુદામાલ કબ્જે કરી ગાંધીગ્રામના શાષાીનગર શેરી નં-૭ માં રહેતા કીર્તિસિંહ ગમનજી સોલંકીને ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે, જ્યાં યુનિવર્સીટી રોડ પર પ્રેમ મંદિર પાસેથી -દીપ ઉર્ફે પદીયો મનોજ બારૈયા (રહે-સાધુવાસવાણી રોડ, રાજીવ ગાંધી આવાસ ક્વાર્ટર) ને ઈંગ્લીસ દારૂની બોટલ નંગ-૧ સાથે પકડી લઇ એ.એસ.આઇ. સમીરભાઇ શેખે કાર્યવાહી કરી હતી.
સાધુવાસવાણી રોડ
પરથી એક ઝડપાયો
ગાંધીગ્રામ પોલીસના હેડ કોન્સ. વિરેન્દ્રસિંહ ઝાલા સહિતે સાધુવાસવાણી રોડ પર રાજનગર નજીક ઍક્સેસ સ્કૂટરમાં જતા શખ્સને રોકી નામ ઠામ પૂછતાં પોતાનું નામ તુષાર કનૈયાલાલ ગણાત્રા (રહે-રૈયા ટેલિફોન એક્સચેન્જ, તુલસી બાગ સામે)નો હોવાનું જણાવતા પોલીસે સ્કૂટરની ડિક્કી ખોલી જોતા તેમાંથી દારૂની આઠ બોટલ મળી આવતા સ્કૂટર અને દારૂ મળી કુલ રૂ.૩૦,૮૦૦ની મત્તા કબ્જે કરી ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
(4:45 PM IST)










