News of Friday, 2nd August 2024
સત્ય સાંઇ હોસ્પિટલ રોડ વિસ્તારમાં બોકસ ક્રિકેટ કામનો પ્રારંભઃ લતાવાસીઓનો વિરોધ
પ્રથમ ગ્રાસે મક્ષીકા... : ૩૩.૭૮ લાખના ખર્ચે બનનાર પ્રોજેકટનું નયનાબેન પેઢડીયાના હસ્તે ખાતમુર્હુતઃ વિકાસના નામે રેસીડન્સ વિસ્તારમાં ર૪ કલાકનું ન્યુસન્સ કેટલુ યોગ્યઃ વિસ્તારવાસીઓની મેયરને લેખિતમાં રજૂઆત

રાજકોટ,તા. ૨: મહાનગરપાલિકા દ્વારા રમત ગમતને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે શહેરના વોર્ડ નં.૧૦માં સત્યસાંઇ હોસ્પિટલ રોડ પર રૂ.૩૩.૭૮ લાખના ખર્ચે અદ્યતન બોકસ ક્રિકેટ બનાવવાના કામનું ખાતમુહૂર્તઙ્ગમેયર શ્રીમતી નયનાબેન પેઢડીયાનાઙ્ગહસ્તે કરવામાં આવ્યું હતું. પરંતુ પ્રથમ ગ્રાસે મક્ષિકાનો ઘાટ સર્જાયો છે. કેમ કે આત્મીય કોલેજના પાછળના પાવન પાર્ક, સ્વાતી પાર્ક, આસોપાલવ, ગુલાબવિહાર સહિતના વિસ્તારવાસીઓમાં આ ક્રિકેટ બોકસ રેસીડેન્સ વિસ્તારમાં બનાવવા સામે વિરોધ વ્યકત કર્યો હતો.
શહેરના વેસ્ટ ઝોન વિસ્તારના વોર્ડ નં.૧૦માં આત્મીય યુનિવર્સિટીની પાછળ, ગોખકામેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં આવેલ સ્કૂલ તથા રમત ગમત હેતુ માટેના પ્લોટમાં રૂ.૩૩.૭૮ લાખના ખર્ચે અદ્યતન બોકસ ક્રિકેટ વિકસાવનું આયોજન કરેલ છે. જેનું ઙ્ગખાતમુહૂર્ત મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયાના વરદ હસ્તે કરવામાં આવ્યું.
આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાંઙ્ગધારાસભ્ય ડો.દર્શિતા શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનિષભાઈ રાડીયા, ટાઉન પ્લાનીંગ સમિતિ ચેરમેન અને કોર્પોરેટર ચેતનભાઈ સુરેજા, કોર્પોરેટર નરેન્દ્રસિંહ વાઘેલા, રાજેશ્રીબેન ડોડીયા, જયોત્સનાબેન ટીલાળા, પૂર્વ કોર્પોરેટર અશ્વિનભાઈ ભોરણીયા, વોર્ડ નં.૧૦ના પ્રભારી રઘુભાઈ ધોળકિયા,ઙ્ગપ્રમુખ રજનીભાઈ ગોલ, મહામંત્રી મેહુલભાઈ નથવાણી, રત્નદીપસિંહ જાડેજા, નીતિનભાઈ વાઘેલા, વોર્ડના આગેવાનો નીલેશભાઈ ઉનડકટ, મહેન્દ્રસિંહ ચુડાસમા, વ્યોમ વ્યાસ, અંકિત વોરા, મનીષભાઈ ડેડકીયા, મનીષભાઈ કોરાટ, અજયસિંહ વાઘેલા, શ્યામભાઈ કટાર, જયેશભાઈ ચોવટીયા, મુન્નાભાઈ ઘેટીયા, રામદેવસિંહ જાડેજા, કૌશિક પંડ્યા, આનંદ માકડીયા, મોનીલ શાહ, વોકેન્દ્રસિંહ, ધમેન્દ્રસિંહ રાઠોડ, સંગીતાબેન ચૌહાણ, મયુરીબેન ભાલારા, બિંદુબેન દવે, માધવીબેન જાની વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ઙ્ગઙ્ગ
આ અદ્યતન બોકસ ક્રિકેટ વિકસાવવાના કામમાં બોકસ ક્રિકેટની સાઈઝ પહોળાઈ ૨૫ મીટર અને લંબાઈ ૪૦ મીટર રહેશે. આ એરીયાની ચારે બાજુ ૪૦ ફૂટ ઊંચાઈ ધરાવતી નેટ ફીટ કરવામાં આવશે. આ કામમાં ૧૦૦ ચોરસ ફૂટની સિકયુંરીટી કેબિન કમ સ્ટોર રૂમ તથા ૯૦૦ ચોરસ મીટરમાં પાથ વે માટે પેવિંગ બ્લોક નાખવામાં આવનાર છે.
બોકસ ક્રિકેટ બનાવવા સામે વિરોધ
મહાનગરપાલિકા દ્વારા ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે અલગ અલગ સ્થળોએ બોકસ ક્રિકેટ મનપા દ્વારા બોકસ ક્રિકેટ બનાવવા સામે પાવન પાર્ક ઓનર્સ એસોસીએશન અને આજુબાજુના અન્ય સોસાયટીના રહેવાસીઓએ આ બોકસ ક્રિકેટનો વિરોધકરી બોકસ ક્રિકેટ ન્યુસન્સ બની જશે તેમ જણાવી મેયરને રજૂઆત કરી હતી.
જણાવેલ કે, ભાજપ દ્વારા વિકાસના કાર્યો કરવામાં આવી રહ્યા છે. પરંતુ સત્યસાંઈ રોડ ઉપર તૈયાર થતાં બોકસ ક્રિકેટને વિકાસ કેવી રીતે ગણવો અત્યાર સુધી આ વિસ્તારમાં અસામાજીક તત્વોની રંજાડ જોવા મળી નથી. પરંતુ બોકસ ક્રિકેટ થયા બાદ વિસ્તારમાં () બનાવાનો આક્ષેપ કર્યો હતો.
વિસ્તારવાસીઓએ વધુમાં જણાવ્યું હતુ કે, આપને જો રમતગમતની આટલી જ ચિંતા હોય તો અહીં રમતગમત માટે સરસ વ્યાયામ શાળા પણ બનાવી શકાય હોત અને સ્કેટિંગ, સાઇકલિંગ, કરાટે, લાઠીદાવ જેવા અનેક વ્યાયામ થઈ શકે તેવું સુંદર આયોજન થઈ શક્યું હોત પરંતુ અફસોસ સાથે કહેવું પડે છે કે શાસકોને હંમેશા મત આપનાર આ વિસ્તાર આજે પોતાના મત માટે ભારે કિંમત ચૂકવી રહ્યો હોય તેમ અનુભવી રહ્યો છે.
(4:37 PM IST)










