News of Friday, 2nd August 2024
કેદારનાથ ગયેલા રાજકોટ શહેરના ૪, જામકંડોરણાના ૨ અને ગોંડલના ૧ એમ કુલ ૭ વ્યકિતનો હાલ પતો નથી : પારસભાઈના સગા હાર્દિકભાઈએ રાજકોટ કલેકટરને જાણ કરી : રાજકોટ કલેકટર દ્વારા ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરને તાકીદે જાણ કરાઈ : રાજયસરકાર દ્વારા ઉત્તરાખંડ સરકારનો સંપર્ક કરાયો

રાજકોટ, તા. ૨ : કેદારનાથ ગયેલા રાજકોટ જીલ્લાના ૭ વ્યકિતઓ ૩૧-૭-૨૦૨૪ સાંજે ૭ વાગ્યા પછી તેનો સંપર્ક થઈ શકતો ન હોય તાકીદે કલેકટરના ડિજાસ્ટર મેનેજમેન્ટમાં જાણ કરાઈ : કલેકટર દ્વારા ગુજરાત સરકારને તાકીદે વિગતો મોકલાઈ
૧) કલ્પેશભાઈ સંચણિયા, રહે મ.રાજકોટ
૨)જીગ્નેશ ભાઈ સંચણિયા રહે.રાજકોટ
૩)યતીન ભાઈ મકવાણા રહે.રાજકોટ
૪)કેતન રાણપરા રહે.ગોંડલ
૫) પારસ ડોંગા રહે.જામકંડોરણા
૬)અંકિત ગોયાની રહે.જામકંડોરણા
૭) કમલેશ ભારડીયા,રહે.રાજકોટ
તમામ કેદારનાથ મંદિર ખાતે લાસ્ટ લોકેશન તા ૩૧/૭/૨૦૨૩
સાંજે ૭ કલાકે.
ત્યારબાદ સંપર્ક નથી.
તેમાનાં પારસભાઈનાં સગા હાર્દિકભાઈ ભટ્ટી એ ડીઝાસ્ટર મેનેજમેન્ટ સેલમાં જાણ કરતાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરને જાણ કરવામાં આવેલ છે.
રાજ્ય સરકાર મારફતે ઉત્તરાખંડ સરકારનો સંપર્ક કરી તેમની ભાળ મેળવવાની કાર્યવાહી ચાલું છે.(૩૭.૮)
(4:53 PM IST)










