<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th August 2024

લોકમેળામાં આઇસ્‍ક્રીમ અને બી-૧ કોર્નર સ્‍ટોલમાં એડવાન્‍સ જીએસટી ટેક્ષ મુદ્દે મામલો ગૂંચવાયો : અધીકારીઓને બોલાવાયા

મેળાનો રંગ ઉડતો જાય છે : હવે માત્ર ૧૯ દિવસ બાકી : હજુ બાંધકામના કોઇ ઠેકાણા નથી : દર વર્ષે લાખોનો આઇસ્‍ક્રીમ લોકો મેળામાં ઝાપટી જાય છે : ૧૮ ટકા લેખે ટેક્ષ વસુલાશે

રાજકોટ, તા. પ : રાજકોટ કલેકટર તંત્ર આયોજીત લોકમેળાનો રંગે ધીમેધીમે ઉડતો જાય છે, આજે પ તારીખ થઇ ગઇ , ર૪ મી ઓગસ્‍ટથી મેળો છે અને હજુ સ્‍ટોલ બાંધકામના કોઇ ઠેકાણા નથી, સંખ્‍યાબંધ સ્‍ટોલની હરરાજી બાકી છે, શનિવારે બપોરે યાંત્રિકે રાઇડના માલીકોએ ઠોકી બેસાડાયેલા જટિલ નિયમોને કારણે હરરાજીનો બહિષ્‍કાર કર્યો હતો, તો હવે બી-કોર્નરના ર૪ અને આઇસ્‍ક્રીમ ચોકઠાના ૧૧ સ્‍ટોલ ઇચ્‍છુકોએ જીએસટી મામલે હરરાજીમાં હાલ હાથ ઉંચા કરી દીધા છે.

આઇસ્‍ક્રીમના કુલ ૧૧માંથી ૧૦ ચોકઠા માટે જ ફોર્મ ભરાયા છે, એક ફોર્મ તો આવ્‍યુ઼ જ નથી, બી-૧ કોર્નરમાં અપલેટ પ્રાઇઝ ૧ લાખ રૂપિયા છે, આ કોર્નર સ્‍ટોલમાં ખાણીપીણી-રમકડા -કટલેરી એવા સ્‍ટોલ નખાતા હોય છે, આમાં અને આઇસ્‍ક્રીમમાં કેટલો જીએસટી લાગશે, એડવાન્‍સ કેવી રીતે ભરવાનો વિગેરે મુદ્દે મામલો ગૂંચવાતા અને શનિવારે હરરાજી અટકી જતા આજે સીટી પ્રાંત-૧ ડો. ચાંદની પરમારે જીએસટીના અધિકારીઓને પણ ટેક્ષ મામલે બોલાવ્‍યા છે.

આમ ૭૩ સ્‍ટોલની (યાત્રિક રાઇડ સહિત) હરરાજી અટકી પડતા મેઘધનુષ માફક દર વર્ષે શોભા તો લોકમેળાનો રંગે ધીમે ધીમે ઉડતો જાય છે , રાજકોટમાં પણ આવી ચર્ચા છે, બીજુ એ કે મેળો ર૪ મીમી શરૂ થશે, માત્ર ૧૯ દિવસ બાકી છે, મંડપ-લાઇટના એક પણ ટેન્‍ડર હજુ ગયા નથી, મેળામાં સ્‍ટોલ બાંધકામના કોઇ ઠેકાણા નથી, તંત્ર હાલ આકરા નિયમો મામલે ભારે ભેખડે ભરાયું છે.  અધુરામાં પુરૂ દર વર્ષે લોકમેળામાં ઉમટી પડતા લોકો લાખો રૂપિયાનો આઇસ્‍ક્રીમ ખાઇ જાય છે, આઇસ્‍ક્રીમ ઉપર ૧૮ ટકા જીએસટી લાગે છે, જીએસટીનું તંત્ર એડવાન્‍સ પેટે આઇસ્‍ક્રીમ સ્‍ટોલ ધારકો પાસેથી એડવાન્‍સ ટેક્ષ વસુલવા મક્કમ છે, જોઇએ હવે શું થાય છે.

(4:06 PM IST)