<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th August 2024

પ્રગટ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા ડીસેમ્‍બરમાં ૧૧ દીકરીઓના સમુહલગ્નઃ ફોર્મ વિતરણ

રાજકોટઃ શ્રી પ્રગટ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા સતત ૨૪માં વર્ષે અગીયાર કન્‍યાઓના સર્વજ્ઞાતિ સમૂહલગ્ન તા. ૧/૧૨ને રવિવારે રાખવામાં આવેલ છે. કરીયાવરમાં કન્‍યાઓને ૧૦૧ વસ્‍તુઓ આપવામાં આવશે. ફોર્મ માટે સંસ્‍થાના કાર્યાલય શ્રી પ્રગટ ચેરીટેબલ ટ્રસ્‍ટ, શ્રી પ્રગટ હનુમાનજી મંદિર, લક્ષ્મીવાડી શેરી નં. ૯/અ, મિલપરા મેઇન રોડ, રાજકોટ ખાતે સંપર્ક કરવો.

આ  કાર્યમાં પુજાબેન ભટ્ટ, જયાબેન વાઘેલાઘ કશ્‍યપભાઇ ભટ્ટ, દેવાંગભાઇ જયમીલ પંડયા, પરેશ ગોહેલ, બિપીન ગોહેલ, કિશનભાઇ સુચક, પંકજભાઇ વ્‍યાસ, બકુલભાઇ સરવૈયા, ચિંતન રાચ્‍છ, ધર્મેશભાઇ રાઠોડ, સવજીબાપા, પાવન શિશાંગીયા, પ્રિયાંશ ગોહેલ, બચુભાઇ માખેલા તથા અન્‍ય કાર્યકરો સેવા આપી રહ્યા છે. વધુ માહિતી માટે સંસ્‍થાના પ્રમુખ શ્રી જગદીશભાઇ એસ.ભટ્ટ મો. ૯૯૨૫૦ ૧૭૮૮૮નો સંપર્ક કરવો. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(2:34 PM IST)