તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th August 2024
રેલનગર વિસ્તારમાં બસસ્ટોપ બનાવવા રજુઆત

રાજકોટ,તા.૬: શહેરના વોર્ડ નં. ૩ના રેલનગર વિસ્તારના પેટ્રોલ પંપ વાળા મેઇન રોડ પર મુસાફરોની સંખ્યા દિવસેને દિવસે વધતી જતી હોય ત્યારે આ વિસ્તારમાં બસ સ્ટોપ બનાવવા કોળી ઠાકોર સેના દ્વારા મ્યુનિ. કમિશનરને રજુઆત કરી છે.
આ અંગે સંસ્થાએ પાઠવેલ પત્રમાં જણાવ્યુ હતું કે, છેલ્લા થોડા સમયમાં ઘણોખરો વિકસિત થયેલ હોય જેથી રહેવાસીની સંખ્યા બહોળા પ્રમાણમાં વધી છે. શહેરના અન્ય સ્થળે જતાં આવતા હોય તેવામાં આ રોડ પર જો બસ સ્ટોપ આપવામાં આવે તો લોકોએ દૂર સુધી ચાલીને જવું જ પડે. આ બસ સેવાનો લાભ બુજર્ગ, મહિલાઓ તથા બાળકોને સારી રીતે મળી રહે. આ અંગે યોગ્ય કરવા માંગ કરી છે.
(2:41 PM IST)










