<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th August 2024

શહેરમાં સબસ્‍ટાર્ન્‍ડડ દવાનું વેચાણ : મેડીકલ સ્‍ટોર - હોલસેલર - ઉત્‍પાદકને ૧૫.૯૫ લાખનો દંડ

દેવપુષ્‍પ મેડીકલ સ્‍ટોર - રૈયા રોડ તથા પેટસન ફાર્મા - પંચનાથ પ્‍લોટ ખાતેથી નમૂના લેવાયેલ : વોલ્‍ગા કોર્પોરેશન - દાણાપીઠમાંથી લીધેલ ધી તથા નંદનવન ડેરી ફાર્મ - કોઠારીયા રોડનું દૂધ મિસબ્રાન્‍ડેડ નિકળ્‍યુ : બંનેને ૫.૨૦ લાખનો દંડ ફટકારતા એજ્‍યુડિકેટીંગ ઓફિસર તથા નિવાસી અધિક કલેકટર

રાજકોટ તા. ૬ : મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલ ખાદ્યપદાર્થનાᅠ૪ᅠનમૂના ફેઇલ(સબસ્‍ટાન્‍ડર્ડ તથા મિસબ્રાન્‍ડેડ ફૂડ) જાહેર થતાં નામદાર એજયુડિકેટિંગ ઓફિસરશ્રી અને નિવાસી અધિક કલેટરશ્રી સમક્ષ કેસ ચાલી જતાં કુલ રૂા.૨૧.૦૫ લાખના દંડનો હુકમ કરવામાં આવેલ છે.

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા દેવપુષ્‍પ મેડીકલ સ્‍ટોર,ᅠરૈયા રોડ,ᅠરાજકોટ મુકામેથીᅠALKEM A TO Z NS+ NUTRACEUTICAL TABLET (15 N PACK)ᅠનો નમુનો પૃથ્‍થકરણ રિપોર્ટમાં લેબલ પર વિગતોમાં ફૂડ એડીટિવ્‍ઝને લગત ડીકલેરેશનમાં “SPECIFIC NAME OR RECOGNIZED INTERNATIONAL NUMBERING SYSTEM FOR SYNTHETIC FOOD COLOUR (CARMOISINE)”ᅠદર્શાવેલ ન હોય નમૂનો ‘મિસબ્રાન્‍ડેડ ફૂડ' જાહેર થયેલ. જે અંગેના કેસમાં એજયુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્‍ટરશ્રી રાજકોટ (૧)નમુનો આપનારᅠFBOᅠતથા પેઢીના પાર્ટનર -પ્રજ્ઞેશભાઈ જયંતીલાલ સુચકᅠ(૨)નમુનો આપનાર પેઢીના પાર્ટનર -પ્રણવભાઈ ધીરજલાલ ઉનડકટ (૩)નમુનો આપનાર રીટેલર હોલસેલર પેઢી -દેવપુષ્‍પ મેડીકલ સ્‍ટોર (૪)ડિસ્‍ટ્રિબ્‍યુટર પેઢીના માલિક -અનિમેષ મહેશભાઇ દેસાઈ (૫)હોલસેલરᅠપેઢીના નોમિની -નરેન્‍દ્રભાઈ અમૃતલાલ પંચાલ (૬)ઉત્‍પાદક પેઢીના નોમિની -રવીન્‍દર ચકિલમ તથા (૭)ઉત્‍પાદક અને હોલસેલર પેઢી -અલ્‍કેમ લેબોરેટરી લી. તમામને મળી કુલ રૂા.૯.૪૦ લાખનો દંડનો હુકમ કરવામાં આવેલ છે.

ફૂડ વિભાગ દ્વારા પેટસન ફાર્મા,ᅠઅરિહંત એપાર્ટમેન્‍ટ,ᅠ૧૬ᅠપંચનાથ પ્‍લોટ,ᅠરાજકોટ મુકામેથીᅠPRO A-Z DIETARY SUPPLEMENT TABLETS (15 N PACK) નો નમુનો પુથ્‍થકરણ રિપોર્ટમાં વિટામિન-સીᅠની માત્રાᅠલેબલ પર દર્શાવેલ વિગતો કરતાં ઓછી મળી આવતાં ‘સબસ્‍ટાન્‍ડર્ડ' જાહેર થયેલ તેમજ લેબલ પર ઉપયોગ કરેલ ફૂડ એડીટીવ્‍ઝની વિગત દર્શાવેલ ન હોય નમૂનો ‘મિસબ્રાન્‍ડેડ'ᅠજાહેર થયેલ. જે અંગેના કેસમાં નામદાર એજયુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્‍ટરશ્રી રાજકોટ (૧)નમુનો આપનારᅠFBOᅠ-દીપકકુમાર કેશુભાઈ પાંભરᅠ(૨)નમુનો આપનાર પેઢીના માલીક -નવનીતભાઈ કેશુભાઈ પાંભર (૩)સ્‍ટોકિસ્‍ટ પેઢીના માલિક -જીગ્નેશકુમાર કિશોરચંદ્ર શાહ (૪)સુપર સ્‍ટોકિસ્‍ટ પેઢીના નોમિની -રાકેશ મંડન (૫)પ્રો-બાયોટેકᅠ-સુપર સ્‍ટોકિસ્‍ટ પેઢી (૬)ઉત્‍પાદક પેઢીના નોમિની -સોની ધર્મેશ કિરીટકુમાર તથા (૭)ઉત્‍પાદક પેઢી -MAX NEUTRACEUTICALSᅠતમામને મળી કુલ રૂા.૬.૪૫ લાખનો દંડનો હુકમ કરવામાં આવેલ છે.

ફૂડ વિભાગ દ્વારા વોલ્‍ગા કોર્પોરેશન,ᅠપરાબજાર,ᅠદાણાપીઠ,ᅠરાજકોટ મુકામેથીᅠનવદીપ પ્‍યોર ઘી (ફ્રોમ ૧૫ કેજી પેકડ ટીન)ᅠનો નમુનો રી-એનાલિસિસ રિપોર્ટમાં ફોરેન ફેટની હાજરી મળી આવતા નમૂનો ‘સબસ્‍ટાન્‍ડર્ડ'ᅠજાહેર થયેલ. જે અંગેના કેસમાં નામદાર એજયુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્‍ટરશ્રી રાજકોટ (૧)નમુનો આપનારᅠFBO,ᅠપેઢીના ભાગીદાર તથા નોમિની -ᅠભુવનેશ દીપકભાઈ ચંદ્રાણી તથાᅠ(૨)(ઉત્‍પાદક/પેકર્સ/માર્કેટર/હોલસેલર/રિટેઈલર-પેઢી) -વોલ્‍ગા કોર્પોરેશનને મળી કુલ રૂા.૫ લાખનો દંડનો હુકમ કરવામાં આવેલ છે.

ફૂડ વિભાગ દ્વારા ‘નંદનવન ડેરી ફાર્મ',ᅠદુકાન નં.ᅠ૩,ᅠગોકુલ પાર્ક,ᅠરણુજા મંદિર પાસે,ᅠકોઠારીયા રોડ,ᅠરાજકોટ મુકામેથી મિક્‍સ મિલ્‍ક (લુઝ) નો નમુનો પુથ્‍થકરણ રિપોર્ટમાં ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ) ની હાજરી મળી આવતા નમૂનો ‘સબસ્‍ટાન્‍ડર્ડ'ᅠજાહેર થયેલ. જે અંગેના કેસમાં એજયુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્‍ટરશ્રી રાજકોટ (૧)નમૂનો આપનારᅠFBOᅠતથાᅠપેઢીના સંચાલક -ભરતભાઈ મનુભાઈ ભુવા (૨)ᅠરિટેલર પેઢીના માલિક,ᅠપરવાનેદાર -પ્રતિકભાઈ વિનુભાઇ વસાણીને મળી કુલ રૂા.૨૦ હજારનો દંડનો હુકમ કરવામાં આવેલ છે.

(2:58 PM IST)