News of Tuesday, 6th August 2024
સીસીટીવી કેમેરા જરૂરથી લગાવવા જોઇએઃ સોસાયટીના કાર્યને બીરદાવતા બ્રજેશ ઝા

રાજકોટઃ કળષ્ણનગર મેઇન રોડ ઉપરની સોસાયટી આધુનિક સીસીટીવી કેમેરાથી સંપૂર્ણ કવર કરવામાં આવેલ છે. સોસાયટીના પ્રમુખ હિમાંશુભાઈ વડાલીયા, ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ હદવાણી અને ઉપપ્રમુખ મનોજભાઈ ભટ્ટી સેક્રેટરી, જી સી ઠાકર, સહ મંત્રી ભુપતભાઈ ધાંધલ, ખજાનચી કિરણભાઈ મકવાણા, સહજાનચી રાકેશભાઈ ગોસ્વામી અને કાનજીભાઈ માવાણી સલાહકાર સભ્યો તુષારભાઈ ઉદેશી, નરેન્દ્રભાઈ ગેડિયા અને ધનજીભાઈ વિરાણી ના સહિયારા પ્રયાસોથી તેમજ ગોકુલધામ સોસાયટીના બ્લોક હોલ્ડર્સ ના સંપૂર્ણ સહકારથી સોસાયટીમાં દરેક શેરી, મુખ્ય રોડ, ગ્રાઉન્ડ સીસીટીવી કેમેરાથી કવર કરેલ છે.
જેનું ઓપનિંગ રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી બ્રજેશકુમાર ઝા તેમજ રાજકોટ ઝોન ટુ ના ડીસીપી શ્રી જગદીશ બાંગરવા અને માલવિયા નગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જીજ્ઞેશ આર. દેસાઈની ઉપસ્થિતિમાં સોસાયટીના બ્લોક હોલ્ડર્સની હાજરીમાં કાર્યક્રમ યોજાયેલ. કાર્યક્રમની શરૂઆતમાં અહિંના રવિભાઇ, ચાણકય સ્કૂલના સંચાલક દ્વારા તેમની શાળાની બાળાઓએ નાટક ‘વળદ્ધાશ્રમ' રજૂ કરેલ અને ત્યારબાદ પ્રમુખ હિમાંશુભાઈ વડાલીયાએ સૌ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરેલ અને સોસાયટીના દરેક બ્લોકહોલ્ડર્સના સહકારની સરાહના કરેલ. પોલીસ કમિશનર શ્રી બ્રજેશ ઝાએ પણ સોસાયટીના કાર્યને બિરદાવેલ.
કાર્યક્રમનું સંચાલન સોૈરાષ્ટ્ર- ગુજરાતના સુપ્રસિધ્ધ ઓર્ગોનાઇઝર, એન્કર, સીંગર શ્રી તેજસભાઈ શિશાંગીયાએ અને આભાર દર્શન ઉપપ્રમુખ મનોજભાઈ ભટ્ટીએ કરેલ. કાર્યક્રમમાં સોસાયટીના પ્રમુખ હિમાંશુભાઈ વડાલીયાના માર્ગદર્શન નીચે સમગ્ર કારોબારી સભ્યો અને યુવા ટીમના સભ્યો સાવન ડાંગર, હાર્દિક આગેજા, રાજન પાનસુરીયા, કલ્પ સુતરીયા, વિશ્વદીપ વામજા, વાસુ જાની, રાજ ડોડીયા અને કલ્પેશ રાઠોડે જહેમત ઉઠાવી હતી. સીસીટીવી કેમેરાના ફીટીંગ કરનાર કનેક્શન ટેલિકોમનાં માલિક કેતનભાઇ ભૂત તેમની ટીમો, રાજુ વિડિયો પરેશ લાલચેતા પોતાની ટીમે ઉપસ્થિત રહેલ.
(2:55 PM IST)










