તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th August 2024
રાજકોટમાં વરસતા વરસાદમાં કોઠારીયા-મોરબી રોડ સબ ડિવીઝનના
સંખ્યાબંધ વિસ્તારોમાં વીજ તંત્રનું ચેકીંગઃ ૩૭ ટીમોના દરોડા...

રાજકોટઃ શહેરમાં સતત વરસતા વરસાદી ઝાપટા વચ્ચે સવારથી રાજકોટ વીજતંત્ર દ્વારા કોઠારીયા-મોરબી રોડ સબ ડિવીઝનમાં ૩૭ ટીમો દ્વારા વીજચોરી ઝડપી લેવા ધોંસ બોલાવાઇ છે, જંગલેશ્વર ફીડર ખાસ આવરી લેવાયો છે, જે વિસ્તાર કવર કરાયા તેમાં બીસમીલ્લાહ પાર્ક, તક્ષશીલા પાર્ક, ભરતવન સોસાયટી, નીલકંઠ અને ગ્રીન પાર્ક, સાગર તથા મહેશ્વરી સોસાયટી, ભોજલરામ, રાધાક્રિષ્ણા સોસાયટી, નાલંદાનગર, મફતીયાપરા, દિવેલીયાપરા, મેંગો માર્કેટ વિસ્તાર, દેવનગર ઢોલા એરીયા, શ્રીરામ પાર્ક, હાઉસીંગ કવાટર્સ વિસ્તારનો સમાવેશ.
(2:52 PM IST)










