તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th August 2024
મૈં ભી યશોદાઃ મહિલાઓ માટે અનેરી સ્પર્ધા
યશોદા કા નંદલાલા, કરે રાજકોટમેં ઉજાલા... વિહિપ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિનું આયોજનઃ શનિવારે ઇનામ વિતરણ-તાવો

રાજકોટ તા. ૬: વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરીત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ ભગવાન શ્રીકૃષ્ણના જન્મને વધાવવા માટે અનેકવિધ કાર્યક્રમોનું અદકેરૂં આયોજન કરવામાં આવ્યું છે. બાળકો માટેની ગોપી કિશન આયોજીત આ સ્પર્ધાને અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત થતા તેનાથી પ્રેરાઇને આ વર્ષે મહિલાઓ માટે ‘‘મૈં ભી યશોદા'' નામક સ્પર્ધાનું પ્રથમવાર આયોજન થવા જઇ રહ્યું છે.
મેં ભી યશોદા નામે યોજાવા જઇ રહેલ આ સ્પર્ધામાં ૧૮ વર્ષથી ઉપરની ઉંમરના કોઇપણ લેડીઝ સ્પર્ધક ભાગ લઇ શકશે. આ સ્પર્ધામાં સ્પર્ધક પોતે ભાગ લઇ શકશે ઉપરાંત પોતાની સાથે જો ઇચ્છે તો વધુમાં વધુ ૧ર વર્ષની ઉંમર સુધીના કોઇ બાળ સ્પર્ધકને પણ પોતાની સાથે જોડી શકશે. ભગવાન શ્રીકૃષ્ણના માતા યશોદાનું પાત્ર ભજવતા તમામ સ્પર્ધકોએ તેને અનુરૂપ ડ્રેસીંગ, મેકઅપ સહિતનો સાજ શણગાર કરીને આવવાનું રહેશે. દરેક સ્પર્ધકે સ્પર્ધા શરૂ થતા-૧ કલાક અગાઉ પ્રવેશ કાર્ડ મેળવી લેવાનું રહેશે. દરેક સ્પર્ધકે સ્ટેજ પર પોતાના પરફોર્મન્સમાં એક વાકય અથવા ૩૦ સેકન્ડની સ્પીચ આપવાની રહેશે. ત્યારબાદ નિર્ણાયકો દ્વારા તમામ સ્પર્ધકોના પરફોર્મન્સના આધારે અલગ-અલગ ક્રમના વિજેતાઓની જાહેરાત કાર્યક્રમ દરમ્યાન જ કરવામાં આવશે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે કોઇપણ પ્રકારની ફી આપવાની થશે નહિં. તા. ૧૮-૮ ને રવિવારના રોજ પેડક રોડ ખાતે આવેલ અટલ બિહારી બાજપાઇ ઓડીટોરીયમ ખાતે સવારે ૯-૦૦ થી ૧ર-૦૦ દરમ્યાન આયોજીત આ ‘‘મેં ભી યશોદા'' સ્પર્ધા અંગે વિશેષ માહિતી માટે ઇન્ચાર્જ સુશીલભાઇ પાંભરઃ મો. નં. ૯૮૭૯ર ૧૬૭૪૭ નો સંપર્ક કરવો.
‘‘મેં ભી યશોદા'' સ્પર્ધા-ર૦ર૪માં ભાગ લેવા માટેના ફોર્મ મેળવવા તથા પરત કરવા માટેના સ્થળો આ મુજબ છે.
(૧) વિઝન ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ, ડી-માર્ટની બાજુમાં, કુવાડવા રોડ, મો.નં. ૯૧૪ર૯ ૭૯૯૯૯
(ર) સેન્ટ ગાર્ગી સ્કૂલ, ર-સુભાષનગર, આમ્રપાલી ફાટક પાસે, મો. નં. ૯૮રપપ ૯૦ર૧૩
(૩) વિ.હિ.પ. જન્માષ્ટમી મહોત્સવ સમિતિ કાર્યાલય, નાગર બોર્ડીંગ, વિરાણી હાઇસ્કૂલ સામે, ટાગોર રોડ
(૪) ચાણકય વિદ્યાલય, C/o. નયનાબેન પેઢડીયા, ૯-બ્રાહ્મણીયાપરા, પાણીના ટાંકા પાસે, મો. નં. ૯૪ર૬૮ ૪૪૦૭૪
(પ) શ્રીજી ટાઇપીંગ અને ઝેરોક્ષ, C/o. રવિભાઇ સોમૈયા, હેડ પોસ્ટ ઓફીસની બાજુમાં, અંબિકા માર્બલ સામે, હરીહર ચોક, મો. નં. ૯૬૦૧૮ ૦૯૯૯૦
ઉપરોકત સરનામેથી ફોર્મ મેળવી આ ફોર્મમાં સ્પર્ધકનો ઉંમરનો પુરાવો, ફોટા સહિતની વિગતો જોડીને તા. ૧૪/૮ સુધીમાં પરત આપવાનું છે.
આગામી તા. ૧૦ના રોજ સાંજે ૭ વાગ્યે રાજકોટની અનેકવિધ સંસ્થા, ગ્રુપ, મંડળના હોદેદારો, કાર્યકરોની વિશાળ હાજરીમાં ગત વર્ષે શોભાયાત્રામાં પોતાના એકથી એક ચડીયાતો શણગાર કરીને જોડાયેલા ફલોટ ધારકો પૈકી ફલોટ સુશોભન સ્પર્ધામાં વિજેતા થયેલા ગ્રુપ, સંસ્થા, મંડળને શીલ્ડ વિતરણ કરી નવાજવામાં આવશે. કાર્યક્રમના અંતે સૌ ભકતો માટે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર કાલાવડ રોડ ખાતે સાંજે ૭ વાગ્યે તાવા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યુ છે.
જેમાં બહોળી સંખ્યામાં જોડાવવા હોદેદારો, કાર્યકરો તથા જાહેર હિન્દુ સમાજને વિ.હિ.પ. પ્રેરીત જન્માષ્ટમી મહોત્સવ સમિતિના માર્ગદર્શકો સર્વશ્રી નરેન્દ્રભાઇ દવે, માવજીભાઇ ડોડીયા, હસુભાઇ ભગદેવ, શાંતુભાઇ રૂપારેલીયા, હસુભાઇ ચંદારાણા, મહોત્સવ સમિતિના ઇન્ચાર્જ નિતેશભાઇ કથીરીયા, સહ-ઇન્ચાર્જ કૃણાલભાઇ વ્યાસ, કોષાધ્યક્ષ વિનુભાઇ ટીલાવત, સહ-કોષાધ્યક્ષ રાહુલભાઇ જાની, મંત્રીઓ સુશીલભાઇ પાંભર, હર્ષીતભાઇ ભાડજા, સહમંત્રીઓ દિપકભાઇ ગમઢા, યોગેશભાઇ ચોટલીયા, નીધિ સમિતિના ઇન્ચાર્જો વનરાજભાઇ ગેરૈયા, મનોજભાઇ ડોડીયા, આલાપભાઇ બારાઇ, વિ.હિ.પ. કાર્યાલયના નાનજીભાઇ સાખ, હર્ષભાઇ વ્યાસ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
(3:04 PM IST)










