તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th August 2024
‘બાળકોનું ઘડતર કઇ રીતે ?' : રવિવારે રાષ્ટ્રીયશાળામાં વંદના ગોસ્વામીનું વકતવ્ય

રાજકોટ તા. ૬ : ભાવિ ભવિષ્ય ગણાતા બાળકોનું યોગ્ય દિશામાં ઘડતર કઇ રીતે કરી શકાય? તેવા વિષય પર આગામી તા. ૧૨ ના રવિવારે રાષ્ટ્રીયશાળા ખાતે મોટીવેશનલ સ્પીકર વંદના ગોસ્વામી દેસાઇનો પ્રેરક વકતવ્યનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે.
વંદના ગોસ્વામી દેસાઇ (મો.૯૦૮૧૦ ૭૮૯૮૭) શિક્ષક હોવા સાથે મોટીવેશનલ સ્પીકર અને લેખિકા પણ છે. ત્યારે આ કાર્યક્રમમાં તેઓ માતા-પિતાની ફરજના ભાગરૂપે તેમજ બાળકોમાં અમુક અંશે નકારાત્મક વર્તણુકમાં બદલાવ લાવવા શું કરવું જોઇએ? તેના વિષે તેઓ પ્રકાશ પાડશે.
રાષ્ટ્રીયશાળામાં તા. ૧૧ ના સાંજે ૪ થી ૭ સુધી યોજાયેલ આ મોટીવેશનલ વકતવ્યનો કાર્યક્રમ રસ ધરાવતા વાલીઓએ અચુક માણવા જાહેર અનુરોધ કરાયો છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે કાર્યક્રમ અંગેની વિગતો વર્ણવતા વંદના ગોસ્વામી દેસાઇ અને બાજુમાં હેત્વીબેન દેસાઇ, રીન્કીબેન ગુપ્તા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા) (૧૬.૩)
(3:37 PM IST)










