તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th August 2024
પુર્વ કોંગ્રેસ કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરનો આક્ષેપ
મેયરનો દરબાર મેયર વગરઃ અનેક લોકો રજુઆત વિહોણા રહયા

રાજકોટઃ આજરોજ વોર્ડ ૧૩ મેયર દરબાર હતો પણ મેયર અને સ્ટેન્ંિડગ ચેરમેન વગરનો દરબારમાં પ્રશ્નોનો મારો ફરિયાદ એટલી હતી કે પચાસ ટકા લોકો રજુઆત કર્યા વગર રહી ગયા હતા. નર્યું નાટક કરી શાસકોએ ચાલતી પકડી હતી. સાચી રજુઆતવાળાને બહાર ઉભા રાખ્યા અને જનરલ બોર્ડની જેમ પોતાના માણસોને અગાઉ ગોઠવી સમય પુરો થયો ત્યાં સુધી ખુરસી ઉપર એ લોકો બેસી રહયા હતા. તેમ પુર્વ કોર્પોરેટર જાગૃતિબેન પ્રભાતભાઇ ડાંગરે આક્ષેપ કર્યો હતો.
(4:11 PM IST)










