તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th August 2024
ફુડ શાખા ફરાળી ખાદ્ય પદાર્થ ઉત્પાદક પેઢીમાં ત્રાટકીઃ૧૪૦ કિલો પેટીશનો નાશ
પવિત્ર શ્રાવણ માસ શરૂ થતા મનપા દ્વારા સઘન ચેકીંગ

રાજકોટઃ તા.૬: પવિત્ર શ્રાવણ માસ તથા વ્રતના તહેવારોને અનુલક્ષીને ફરાળી ચીજવસ્તુઓનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થતો હોય મનપાના ફૂડ વિભાગ દ્વારા ફરાળી લોટ, ફરાળી વાનગીઓ વગેરેના ઉત્પાદક, વિક્રેતાઓની કુલ-૧૮ પેઢીઓમાં સદ્યન સવેલન્સ ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે.
જે અન્વયે શ્રાવણની શરૂઆતમાં ફરાળી તુલસી બાગ સામે, ગુણાતીત મેઇન રોડ રાજકોટ મુકામે આવેલ ‘‘જલારામ નમકીન'' પેઢીની તપાસ કરતા અનહાઇજેનિક કન્ડિશનમાં ફરાળી પેટીશનું ઉત્પાદન થતુ જોવા મળેલ તેમજ પેટીસનો જથ્થો બિન આરોગ્યપ્રદ સ્થિતિમાં રાખેલ હોવાનું માલૂમ પડતા પેટીસનો કુલ મળી આશરે ૧૪૦ કી.ગ્રા. જથ્થો સ્થળ પર નાશ કરેલ તથા પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા, હાઇજીનિક કન્ડિશન જાળવવા બાબતે નોટિસ આપેલ તેમજ ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ એકટ- ૨૦૦૬ હેઠળ ફરાળી પેટીસનો નમૂનો લેવામાં આવેલ હતો.
(4:31 PM IST)










