<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th August 2024

રાજકોટમાં માડી માર્કેટિંગ શેરબજાર ઓફીસ પર GSTના દરોડા

સીટી સેન્ટર ખાતે SGSTના અધિકારીઓ દ્વારા તપાસ: કરણપરા વિસ્તારમાં સોપારીના વેપારીને ત્યાં CGST વિભાગની ટીમે તપાસ હાથ ધરી

રાજકોટ રાજકોટમાં માડી માર્કેટિંગ શેરબજાર ઓફીસ પર GST વિભાગના દરોડા પડ્યા છે. સીટી સેન્ટર ખાતે SGSTના અધિકારીઓ તપાસ હાથ ધરી હતી. જ્યાં વ્યાપક પ્રમાણમાં GST ચોરી થઈ હોવાની આશંકાને સેવાઈ રહી છે. 

  :શહેરના કરણપરા વિસ્તારમાં સોપારીના વેપારીને ત્યાં CGST વિભાગની ટીમે તપાસ હાથ ધરી છે. જો કે, વ્યાપક પ્રમાણમાં GST ચોરી થઈ હોવાની આશંકા સેવાઈ રહી છે

 થોડા દિવસ અગાઉ એસ્ટેટ બ્રોકર, ધંધાર્થી, નાસ્તગૃહનાં સંચાલકો દ્વારા જે ટેક્સ ભરવાનો થાય તે ટેક્સ તેઓ દ્વારા ભરવામાં આવ્યો ન હોવાથી GST વિભાગે દરોડા પાડ્યા હતા. જે બાબતને ધ્યાને લઈ જીએસટી વિભાગ દ્વારા આકસ્મિક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. તે સમય એસ્ટેટ બ્રોકર, નાસ્તા ગૃહ ઉદ્યોગમાંથી લાખોની કરચોરી ઝડપાઈ હતી


 

(12:35 AM IST)